Sports News : જાપાનમાં આયોજિત એશિયન ગેમ્સ (Asian Games)દરમિયાન ભારતીય શૂટિંગ ટીમ (indian shooting team)ને આયોજકોની ગંભીર બેદરકારી અને ટ્રાન્સપોર્ટ સુવિધાની અસવસ્થાનો (transport delay japan) સામનો કરવો પડી રહ્યો છે. મહત્ત્વની સ્પર્ધાઓ અને મેડલ મેચો પહેલાં જ ભારતીય શૂટર્સ અને કોચ માટે મુસાફરીમાં થઈ રહેલો અતિશય વિલંબ ચિંતાનો વિષય બન્યો છે. 15 સપ્ટેમ્બરે જાપાન પહોંચ્યા ત્યારથી જ એરપોર્ટ અને બસ પિક-અપ પોઈન્ટ્સ પર ખેલાડીઓને કલાકો સુધી રાહ જોવાની ફરજ પડી રહી છે, જેના કારણે તેમની પ્રેક્ટિસ અને ટ્રેનિંગ શિડ્યુલ ખોરવાઈ ગયા છે.
Asian Games : બસમાંથી કોચને ઉતારી દેવાયા, ટ્રેનિંગ શેડ્યૂલ ખોરવાયું
રિપોર્ટ અનુસાર, 17 સપ્ટેમ્બરે ભારતીય એથ્લીટ્સ અને કોચિંગ સ્ટાફને બસ માટે સતત 3 કલાક સુધી રાહ જોવી પડી હતી. આયોજકો દ્વારા વધારાની બસો ફાળવ્યા બાદ પણ સ્થિતિમાં ખાસ સુધારો આવ્યો નથી. 20 સપ્ટેમ્બરે બસમાં બેઠકો ખૂટી પડતાં કેટલાક ભારતીય કોચને નીચે ઉતારી દેવામાં આવ્યા હતા, જેના કારણે શૂટિંગ રેન્જ પર પહોંચીને શૂટર્સે પોતાના કોચ આવે ત્યાં સુધી ટ્રેનિંગ અટકાવવી પડી હતી.
2 કલાકથી વધુ મુસાફરીમાં વેડફાય છે સમય
21 સપ્ટેમ્બરે શૂટિંગ વેન્યુ પર એન્ટ્રી માટે લાગેલી લાંબી લાઈનોને કારણે ભારતીય ટીમે 20 મિનિટ સુધી બસમાં જ બેસી રહેવું પડ્યું હતું. સામાન્ય રીતે 80 મિનિટની મુસાફરી માટે હવે 2 કલાકથી વધુનો સમય લાગી રહ્યો છે. આમ છતાં, આ તમામ લોજિસ્ટિક્સ પડકારો અને મુશ્કેલીઓ વચ્ચે પણ પુરુષોની 10 મીટર એર રાઈફલ સિંગલ્સ અને ટીમ ઈવેન્ટમાં ભારતને મેડલ મળવાની પૂરી આશા છે.
આ પણ વાંચો :49 બોલમાં અણનમ સદી, શેફાલી વર્માએ એશિયન ગેમ્સમાં રચ્યો ઇતિહાસ
આ પણ વાંચો :ભારતની શાનદાર જીત, બાંગ્લાદેશને 114 રને હરાવી ફાઇનલમાં એન્ટ્રી
આ પણ વાંચો :શૂટિંગમાં ભારતને સિલ્વર, મહિલા હોકીની 19-0થી ધમાકેદાર જીત
