Tech & Auto News : ગ્લોબલ લેવલે ટેકનોલોજી અને AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ક્ષેત્રે વર્ચસ્વ જાળવી રાખવા માટે અમેરિકા (America)ના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો નિર્ણય લીધો છે. તેમણે દેશમાં નવી ‘AI ફોર્સ’ બનાવવાની અને વહીવટીતંત્ર માટે નવા ‘AI ઝાર’ની નિમણૂક કરવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે આ પહેલની સરખામણી તેમના અગાઉના કાર્યકાળ દરમિયાન ગઠિત કરવામાં આવેલી ‘સ્પેસ ફોર્સ’ (Space Force) સાથે કરી છે, જેથી વૈશ્વિક સ્તરે આ જાહેરાતનું મહત્વ ખૂબ વધી ગયું છે.
America : શું હશે ‘AI ફોર્સ’નું કામ?
જોકે, આ AI ફોર્સ કોઈ લશ્કરી શાખા હશે, સ્વતંત્ર સરકારી વિભાગ હશે કે ટાસ્ક ફોર્સ તરીકે કામ કરશે તે અંગે હાલમાં બજેટ કે માળખાકીય વિગતો જાહેર કરાઈ નથી. પરંતુ ટ્રમ્પ વહીવટીતંત્રનો મુખ્ય હેતુ AI ડેવલપમેન્ટને રોકવાને બદલે તેને પ્રોત્સાહન આપવાનો અને સુરક્ષાત્મક દેખરેખ રાખવાનો છે. આ નવી સિસ્ટમ હેઠળ AI કંપનીઓનું સંકલન, જોખમી ઉપયોગો પર નજર અને નીતિઓનું ઘડતર કરવામાં આવશે.
ચીન સામેની સ્પર્ધા અને ટેક પ્રોટોકોલ્સ
આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકા અને ચીન વચ્ચે આર્થિક તેમજ લશ્કરી ક્ષેત્રે AI માં લીડ મેળવવાની તીવ્ર સ્પર્ધા ચાલી રહી છે. ઓપનએઆઈ (OpenAI) અને એન્થ્રોપિક (Anthropic) જેવી મોટી ટેક કંપનીઓ તરફથી એઆઈ મોડેલ્સના સુરક્ષિત ઉપયોગ અને મોનિટરિંગની અપીલ કરવામાં આવી છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની બેઠક પહેલાં ટ્રમ્પનો આ માસ્ટરપ્લાન આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ટેકનોલોજી સાર્વભૌમત્વ જાળવવાની અમેરિકાની મજબૂત ઇચ્છાશક્તિ દર્શાવે છે.
આ પણ વાંચો :BSNLનો ધમાકેદાર પ્લાન: માત્ર ₹1 માં મેળવો 24 દિવસ માટે અનલિમિટેડ કોલિંગ અને 24 GB ડેટા
આ પણ વાંચો :Gemini AIનું ચોંકાવનારું કારનામું! ટેસ્ટ દરમિયાન 3 વાસ્તવિક કંપનીના નેટવર્કમાં પહોંચી ગયું
આ પણ વાંચો :સ્માર્ટફોન પર GST 18% થી ઘટાડીને 5% કરો; ICEA ની કેન્દ્ર સરકાર સમક્ષ મોટી માંગ
