Tech News/ BSNLનો ધમાકેદાર પ્લાન: માત્ર ₹1 માં મેળવો 24 દિવસ માટે અનલિમિટેડ કોલિંગ અને 24 GB ડેટા

BSNL પોતાના નવા યુઝર્સ માટે રૂ. 1 ની ખાસ ઓફર લાવી છે. જેમાં 24 દિવસની વેલિડિટી સાથે 24 GB ડેટા, અનલિમિટેડ કોલિંગ અને 2400 SMSનો લાભ મળશે.

Tech & Auto
BSNL Sensational plan for just ₹1

Tech & Auto News : સરકારી ટેલિકોમ કંપની BSNL (ભારત સંચાર નિગમ લિમિટેડ) પોતાના નવા ગ્રાહકોને આકર્ષવા માટે એક અત્યંત લોકપ્રિય અને સસ્તો પ્લાન (BSNL Offer) લઈને આવી છે. કંપની તરફથી રજૂ કરવામાં આવેલી આ ખાસ સ્પેશિયલ ઓફર હેઠળ માત્ર ₹1 ના નવો સિમ કાર્ડ પ્લાનમાં ગ્રાહકોને 24 દિવસ સુધીની વેલિડિટી આપવામાં આવી રહી છે. ટેલિકોમ માર્કેટમાં સ્પર્ધા વધારવા માટે BSNLનો આ નવો દાવ અન્ય ખાનગી કંપનીઓ માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે.

BSNL : ઓફરના ફાયદા અને ડેટા લિમિટ

આ રૂ. 1 ના પ્લાનમાં યુઝર્સને પૂરા 24 દિવસ માટે દરરોજ 1 GB લેખે કુલ 24 GB હાઇ-સ્પીડ 4G ડેટા મળશે. આ ઉપરાંત કોઈપણ નેટવર્ક પર વાત કરવા માટે અનલિમિટેડ વોઈસ કોલિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી (RechargePlan) છે. એટલું જ નહીં, મેસેજિંગ માટે ગ્રાહકોને 24 દિવસના ગાળા દરમિયાન કુલ 2400 ફ્રી SMSનો લાભ પણ આપવામાં આવશે.

કોને મળશે આ ઓફરનો લાભ?

BSNLની આ ખાસ સ્કીમ માત્ર નવા જોડાતા (New Customers) ગ્રાહકો માટે જ ઉપલબ્ધ છે. BSNL પોતાના 4G નેટવર્કના વિસ્તાર અને ગ્રાહકોની સંખ્યા વધારવા માટે આક્રમક રીતે આવી સસ્તા પ્લાનની ઓફર્સ માર્કેટમાં ઉતારી રહી છે, જેનો સીધો ફાયદો મોંઘા રિચાર્જ (Expensive recharges)થી પરેશાન ગ્રાહકોને મળશે.


આ પણ વાંચો :Gemini AIનું ચોંકાવનારું કારનામું! ટેસ્ટ દરમિયાન 3 વાસ્તવિક કંપનીના નેટવર્કમાં પહોંચી ગયું

આ પણ વાંચો :શું AI દુનિયા પર કબજો કરી લેશે? ટ્રમ્પે આપી મોટી પ્રતિક્રિયા

આ પણ વાંચો :જૂનો ફોન વેચતા પહેલા આ ભૂલો ન કરતા, નહીં તો થશે મોટું નુકસાન