ડિશ ટીવીએ ભારતીય બજારમાં બે સ્માર્ટ કનેક્ટેડ ડિવાઇસીસ લોન્ચ કર્યા છે. આમાં એન્ડ્રોઇડ-આધારિત સેટ-ટોપ બોક્સ ડિશ સ્માર્ટ હબ, અન્ય એલેક્સા ઇનેબલ સ્માર્ટ ડોંગલ ડિશ સ્માર્ટ કીટ શામેલ છે. બંને ઉપકરણોની મદદથી, યૂઝર્સ કોઈપણ મુશ્કેલી વિના ટીવી કંટેન્ટ અને વીડિયોને સ્ટ્રીમિંગની સુવિધાનો આનંદ લઈ શકે છે. કંપનીએ નવા ડિવાઇસની ઉપલબ્ધતા વિશે કોઈ જાહેરાત કરી નથી. પરંતુ આ કંપનીની સત્તાવાર વેબસાઇટ પર સૂચિબદ્ધ છે.
ડિશ સ્માર્ટ હબ સેટ-ટોપ બોક્સ નવા સબ્સ્ક્રાઇબર્સ માટે 3,999 રૂપિયામાં ઉપલબ્ધ થશે, જ્યારે તેની કિંમત હાલનાં સબ્સ્ક્રાઇબર્સ માટે 2,499 રૂપિયા છે. વળી, ડિશ સ્માર્ટ કીટની કિંમત 1,199 છે અને આ ઉપકરણ ફક્ત હાલનાં સબ્સ્ક્રાઇબર્સ માટે ઉપલબ્ધ છે. સ્માર્ટ કીટ ફક્ત ડિશ એનએક્સટી એચડી બોક્સ સાથે જ કામ કરી શકે છે. જ્યારે સ્માર્ટ હબનો ઉપયોગ કોઈપણ ટીવીમાં એચડીએમઆઈ અથવા સીવીબીએસની મદદથી કરી શકાય છે.
ડિશ ટીવી સ્માર્ટ હબ એ એન્ડ્રોઇડ આધારિત સેટઅપ બોક્સ છે અને એન્ડ્રોઇડ પાઇ પર કામ કરે છે. આ ઉપકરણ ગૂગલ પ્લે સ્ટોર અને ગૂગલ આસિસ્ટન્ટને સપોર્ટ કરે છે. તેની સહાયથી, યૂઝર્સ એમેઝોન પ્રાઇમ વીડિયો, જી 5, વૂટ, એલ્ટ બાલાજી અને યુ ટ્યુબ જેવી એપ્લિકેશન્સનો આનંદ લઈ શકે છે. પરંતુ તેણે નેટફિલ્ક્સ સપોર્ટ પ્રદાન કર્યું નથી, જે કેટલાક યૂઝર્સને નિરાશ કરી શકે છે. તમને આ સેટ-ટોપ બોક્સમાં બિલ્ટ-ઇન ક્રામકાસ્ટ સપોર્ટની સુવિધા મળશે. તમે તેને કોઈપણ સ્માર્ટફોનથી કનેક્ટ કરી શકો છો.
ડિશ ટીવી સ્માર્ટ કીટની વિશેષતા એ છે કે તેને એલેક્સા સપોર્ટ સાથે લોન્ચ કરવામાં આવી છે અને આ ડિવાઇસ ફક્ત ડિશ ટીવી યુઝર્સ માટે ઉપલબ્ધ રહેશે. આ કીટ રિમોટ સાથે આવે છે અને રીઅલ ટાઇમ ટીવી કંન્ટેન્ટ તેમજ ઓટીટી કંન્ટેન્ટની સુવિધાનો લાભ ઉઠાવી શકાય છે. એલેક્સાની સહાયથી, યૂઝર્સ સ્માર્ટ કીટ દ્વારા તેમના સ્માર્ટ હોમ ડિવાઇસને પણ નિયંત્રિત કરી શકે છે. જે યૂઝર્સ માટે ખૂબ જ ખાસ અનુભવ હશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
