અંતરીક્ષ ક્ષેત્રે ઈસરોની કામગીરી અતુલ્ય છે. હાલમાં જ ઈસરોના ચેરમેન કે.સાવને એક અભૂતપૂર્વ એલાન કર્યું છે. તેમણે દાવો કર્યો છે કે વર્ષ ૨૦૨૧ પહેલા ઈસરોના સેટેલાઈટની મદદથી કોઈ ભારતીય અંતરીક્ષ જશે.
ISRO Chief K Sivan: The preparations for Gaganyaan Mission are underway. It has been a major turning point for ISRO. pic.twitter.com/Ap05lF8jcx
— ANI (@ANI) January 11, 2019
હાલ ગગનયાન મિશનની પણ જોર-શોરથી તૈયારીઓ ચાલી રહી છે. ગગનયાન મિશન એ ભારત માટે ઈસરોની એક અભૂતપૂર્વ સફળતા ગણાશે.
#WATCH ISRO Chief K Sivan addresses the media in Bengaluru https://t.co/uVlxoZaJpk
— ANI (@ANI) January 11, 2019
જો આમ થશે તો અંતરીક્ષમાં માનવ મિશન મોકલનાર ભારત દેશનો ચોથો દેશ બની જશે. આ મિશન માટે અંતરીક્ષયાત્રીઓને વિદેશમાં એટલે કે રશિયામાં ટ્રેનીંગ આપવામાં આવશે.
વધુમાં તેમણે કહ્યું હતું કે તેઓ આ મિશનમાં ભારતીય મહિલાને પણ શામેલ કરવા માંગે છે પરંતુ સિલેકશન પ્રક્રિયા પરથી નક્કી કરવામાં આવશે કે અંતરીક્ષમાં કોને મોકલવા.
ISRO Chief K Sivan: We will set up six incubation and research centres across the country. We will bring the Indian students to ISRO. Why do the Indian students need to go to NASA? pic.twitter.com/nOdqSeWbsp
— ANI (@ANI) January 11, 2019
ઈસરોના ચીફે કહ્યું કે અમે દેશભરમાં કુલ ૬ રીસર્ચ સેન્ટર બનાવવાના છીએ. અમે લોકો એવું ઇરછીએ છીએ કે ભારતીય વિદ્યાર્થીઓ ઈસરોમાં જોડાય. શા માટે ભારતીય વિદ્યાર્થીઓ નાસામાં જવાની જરૂર પડે છે ?
