Tech & Auto News : આજના ડિજિટલ યુગમાં નવો સ્માર્ટફોન ખરીદવો અને જૂનો ફોન વેચી દેવો (Android Phone Tips) ખૂબ સામાન્ય બની ગયું છે. પરંતુ ઉતાવળમાં જૂનો ફોન વેચતી વખતે કરેલી એક નાની ભૂલ તમને મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે. ફોનમાં તમારો બેંક ડેટા, પર્સનલ ફોટા અને સિક્રેટ પાસવર્ડ્સ હોય છે. જો આ ડેટા ખોટા હાથમાં જાય તો સાઇબર ફ્રોડનો ભય રહે છે.
Android Phone Tips : જૂનો સ્માર્ટફોન સોંપતા પહેલાં કરો આ 4 જરૂરી કામ
આખા ડેટાનો સુરક્ષિત બેકઅપ લો: ફોન વેચતા પહેલા તમારા ફોટા, વિડીયો અને કોન્ટેક્ટ્સનો બેકઅપ Google Drive પર સિંક કરી લો. WhatsApp માં Settings > Chats > Chat Backup માં જઈને તુરંત બેકઅપ લો.
તમામ એકાઉન્ટ્સ અને Google ID માંથી સાઇન આઉટ કરો: માત્ર ફોન રીસેટ કરવો પૂરતો નથી. પહેલા Facebook, Instagram અને બેંકિંગ એપ્સમાંથી લોગઆઉટ કરો. ત્યારબાદ Settings > Accounts માં જઈને તમારું Gmail કે Apple ID રિમૂવ કરો.
SIM અને મેમરી કાર્ડ કાઢવાનું ન ભૂલો: ફોન પેક કરતી વખતે SIM Tray બહાર કાઢી લો. Settings માં Storage ચેક કરીને ખાતરી કરો કે અંદર કોઈ SD Card રહી ગયું નથી.
Factory Data Reset કરો: બધી પ્રક્રિયા પૂરી થયા પછી Settings માં જઈને Factory Data Reset વિકલ્પ પસંદ કરો. જેથી ફોનનો તમામ ડેટા અને સેવ થયેલા પાસવર્ડ કાયમી ધોરણે ડિલીટ થઈ જાય.
આ પણ વાંચો :ફાસ્ટેગ યુઝર્સ માટે મોટા સમાચાર: હવે સિમ કાર્ડની જેમ બદલી શકાશે બેંક
આ પણ વાંચો :કાર ઈન્શ્યોરન્સ માટે એજન્ટ પાસે જવાની જરૂર નથી: સ્માર્ટફોનથી મિનિટોમાં ખરીદો ડિજિટલ પોલિસી
આ પણ વાંચો :iPhone માં Siri નો બોરિંગ અવાજ બદલવો છે? કોઈ એપ વગર આ સરળ ટ્રિકથી બદલો ભાષા અને Voice
