Entertainment News : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને સ્ટાર ક્રિકેટર ઈમરાન ખાન (Imran Khan)ની પૂર્વ પત્ની જેમીમા ગોલ્ડસ્મિથ (Jemima Goldsmith) ની પર્સનલ લાઈફમાં નવો વળાંક આવ્યો છે. 52 વર્ષીય બ્રિટિશ ફિલ્મ પ્રોડ્યુસરે 62 વર્ષના ઓસ્ટ્રેલિયન-આઈરિશ અબજોપતિ બિઝનેસમેન કેમરન ઓ’રેલી (Cameron O’Reilly) સાથે ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે. બંને એક વર્ષ કરતા વધુ સમયથી રિલેશનશિપમાં હતા.
Imran Khan : કોણ છે જેમીમાના પતિ કેમરન ઓ’રેલી?
જેમીમાના પતિ કેમરન ઓ’રેલી બિઝનેસ અને સ્પોર્ટ્સ વર્લ્ડનું મોટું નામ છે.કેમરન ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ છે અને આંતરરાષ્ટ્રીય રગ્બી પ્લેયર તથા મીડિયા ટાયકૂન સર એન્થની ઓ’રેલીના પુત્ર છે.
તેમણે 2003 માં પોતાની પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ ‘બેયાર્ડ કેપિટલ’ શરૂ કરી હતી અને ત્યારબાદ સ્વિસ કંપની Landis+Gyr ને તોશિબા (Toshiba) ને અંદાજે 2.3 અબજ ડોલરમાં વેચીને મોટો ધમાકો કર્યો હતો.ડોક્યુમેન્ટ્રી અને ફિલ્મ પ્રોજેક્ટ્સ દરમિયાન બંનેની મુલાકાત થઈ હતી, જે બાદમાં પ્રેમ સંબંધમાં પરિણમી હતી.
ઈમરાન ખાન સાથે લગ્ન અને 9વર્ષ બાદ છૂટાછેડા
જેમીમાએ 1995 માં ઈમરાન ખાન સાથે લગ્ન કર્યા હતા. 9 વર્ષના લગ્નજીવન બાદ 2004 માં બંને અલગ થયા અને 2005 માં વિધિવત રીતે ડિવોર્સ લીધા.ઈમરાન અને જેમીમાના બે પુત્રો છે – સુલેમાન અને કાસિમ. આ સિવાય કેમરનને અગાઉના લગ્નથી ચાર બાળકો છે.
ઈમરાન ખાન જેલમાં અને જેમીમાનો સપોર્ટ
એક તરફ જેમીમા પોતાના જીવનમાં આગળ વધી રહ્યા છે, તો બીજી તરફ જેલમાં બંધ પૂર્વ પતિ માટે અવાજ પણ ઉઠાવી રહ્યા છે.2023 થી જેલમાં બંધ ઈમરાન ખાનની તબિયત ખરાબ હોવાના અહેવાલો વચ્ચે, તેમની જમણી આંખની રોશની લોહી ગંઠાઈ જવાના કારણે પ્રભાવિત થઈ છે.જેમીમા અને તેમના બંને પુત્રો (સુલેમાન અને કાસિમ) યુકે સરકાર અને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર મંચો પર ઈમરાન ખાનની મુક્તિ માટે સતત અવાજ ઉઠાવી રહ્યા છે.
આ પણ વાંચો :બિગ બોસમાં ભાવુક થઈ મનોજ તિવારીની દીકરી રિતિ, કહ્યું- હંમેશાં પિતાની ઓળખનું દબાણ રહ્યું
આ પણ વાંચો :ગણેશ ચતુર્થી પર ‘રામાયણ: ભાગ 1’ નું નવું ‘સિયા રામ’ પોસ્ટર આઉટ
આ પણ વાંચો :દિલજીત દોસાંજે કરી મોટી જાહેરાત;21 નવેમ્બરે અમદાવાદના નમો સ્ટેડિયમમાં મચાવશે ધમાલ!
