Oman Ship Attack Update September 2026: પશ્ચિમ એશિયાના સંવેદનશીલ દરિયાઈ વિસ્તારમાં વેપારી જહાજો પર વધી રહેલા હુમલાઓ વચ્ચે ઓમાનના દરિયાકાંઠે કમર્શિયલ જહાજ ‘MT El Gaia’ને નિશાન બનાવવામાં આવ્યું છે. આ ઘટનાને લઈને ભારત સરકારે સખત વિરોધ નોંધાવ્યો છે. જહાજમાં સવાર 14 ભારતીય ક્રૂ મેમ્બર્સમાંથી અત્યાર સુધીમાં 13ને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે એક ભારતીય નાવિક હજુ લાપતા છે. લાપતા નાવિકની શોધખોળ માટે સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.
13 ભારતીય નાગરિકોને સુરક્ષિત બચાવાયા
હુમલા બાદ તરત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઓમાનના(Oman) તંત્રના સહયોગથી 14 ભારતીય ક્રૂ સભ્યોમાંથી 13ને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. જોકે, એક ભારતીય નાવિકનો હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી. તેની શોધ માટે ઓમાન પ્રશાસન સાથે મળીને કામગીરી આગળ વધારવામાં આવી રહી છે. ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ઓમાનમાં આવેલું ભારતીય દૂતાવાસ સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને સ્થાનિક સત્તાવાળાઓ સાથે સંપર્કમાં છે.
ભારતે હુમલાની કરી સખત નિંદા
ભારતના વિદેશ મંત્રાલયે ઓમાનના(Oman) તટ નજીક વેપારી જહાજ પર થયેલા હુમલાની આકરી નિંદા કરી છે. ભારતે મુશ્કેલ પરિસ્થિતિમાં ભારતીય ક્રૂ સભ્યોને બચાવવામાં ઓમાન દ્વારા આપવામાં આવેલા સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે વેપારી જહાજો અને તેમાં કામ કરતા નાવિકોને નિશાન બનાવવાની કોઈ પણ પ્રકારની હિંસા સ્વીકાર્ય નથી. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગો પર આવી ઘટનાઓ વૈશ્વિક વેપાર અને નાવિકોની સુરક્ષા માટે ગંભીર ચિંતા ઊભી કરે છે.
તણાવ ઘટાડવા ભારતની અપીલ
ભારતે પશ્ચિમ એશિયામાં વધતા તણાવને ઓછો કરવા માટે તમામ પક્ષોને સંયમ રાખવાની અપીલ કરી છે. ભારતે કહ્યું છે કે પ્રાદેશિક સમસ્યાઓનો ઉકેલ વાતચીત અને કૂટનીતિના માધ્યમથી લાવવો જોઈએ. સાથે જ ભારતે આંતરરાષ્ટ્રીય જળમાર્ગોમાં સલામત અને મુક્ત નેવિગેશન તથા વેપારી પરિવહન વહેલી તકે સામાન્ય કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. વેપારી જહાજો(Oman), નાવિકો, સામાન્ય નાગરિકો અને નાગરિક માળખાને નિશાન બનાવવું સંપૂર્ણપણે અસ્વીકાર્ય હોવાનું વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે. હાલ એક ભારતીય નાવિક લાપતા હોવાથી તેની શોધખોળ માટેનું ઓપરેશન સૌથી મોટી પ્રાથમિકતા બની રહ્યું છે.
આ પણ વાંચો: ખરાબ હવામાનના કારણે ઇન્ડોનેશિયામાં ફેરી ડૂબી; 1નું મોત અને શોધખોળ ચાલુ
આ પણ વાંચો:9/11 હુમલાના 25 વર્ષ બાદ નવા ખુલાસા, ઓમર અલ-બાયોમીના જૂના વીડિયો ચર્ચામાં
આ પણ વાંચો: અમેરિકામાં મોંઘવારીનો માર, ડીઝલના ભાવ રેકોર્ડ સપાટીએ; ટ્રમ્પ સરકારની ચિંતા વધી
