Entertainment News : બોલીવુડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાન (Aamir Khan)અને માધુરી દીક્ષિત (Madhuri Dixit)ની 1990માં રિલીઝ થયેલી બ્લોકબસ્ટર ફિલ્મ ‘દિલ’ (Dil) નું આઇકોનિક ગીત “મુઝે નીંદ ના આયે, ચેન ના આયે…” આજે પણ રોમેન્ટિક મ્યુઝિક લવર્સનું ઓલ-ટાઇમ ફેવરિટ છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે આ કલ્ટ ક્લાસિક સોંગ લગભગ રિજેક્ટ થઈ ગયું હતું અને તેને લીધે ગીતકાર અને ડિરેક્ટર વચ્ચે જોરદાર વિવાદ થયો હતો.
Aamir Khan : સમીર અંજાનેઆ રોચક કિસ્સા વિશે ખુલાસો કરતાં જણાવ્યું હતું
શરૂઆતમાં ડિરેક્ટર ઈન્દ્ર કુમાર આ ફિલ્મમાં મ્યુઝિક ડિરેક્ટર નદીમ-શ્રવણને લેવા માંગતા હતા. પરંતુ મહબૂબ સ્ટુડિયોમાં શૂટિંગ દરમિયાન આમિર ખાને સ્પષ્ટ કહ્યું કે ફિલ્મનું સંગીત ‘કયામત સે કયામત તક’ આપનારા સંગીતકાર જ આપશે. પરિણામે આનંદ-મિલિંદ (Anand-Milind) ની પસંદગી કરવામાં આવી.ઈન્દ્ર કુમારે આનંદ-મિલિંદ પાસે ગીતકાર તરીકે આનંદ બક્ષી સાહેબનું નામ સૂચવ્યું હતું, પરંતુ આનંદ-મિલિંદની ભલામણથી સમીર અંજાને આ ફિલ્મમાં ગીતો લખવાનું શરૂ કર્યું.
‘મુઝે નીંદ ના આયે’ લાઇન પર કેમ ભડક્યા હતા ઈન્દ્ર કુમાર?
જ્યારે સમીર અંજાને અને આનંદ-મિલિંદે ઈન્દ્ર કુમારને રોમેન્ટિક ટ્રેક તરીકે “મુઝે નીંદ ના આયે, ચેન ના આયે…” સંભળાવ્યું, ત્યારે ડિરેક્ટર ગુસ્સે થઈ ગયા.ઈન્દ્ર કુમારે કહ્યું, “આ ‘મુઝે નીંદ ના આયે’ વાળી લાઈન હું 500 જૂના ગીતોમાં સાંભળી ચૂક્યો છું. આ લાઈન બદલી નાખો!”સમીર અંજાને લાઈન બદલવાની ખૂબ કોશિશ કરી પરંતુ આ લાઈન વગર ગીતનો ઉઠાવ આવતો નહોતો. વાત એટલી વધી ગઈ કે બંને વચ્ચે ઝઘડો થયો. આખરે સમીરે શરત મૂકી કે ગીત અત્યારે રેકોર્ડ કરી લઈએ, જો શૂટિંગ પછી સારું ન લાગે તો ફિલ્મમાંથી હટાવી દેજો.ગીત રેકોર્ડ થયા પછી શૂટ થયું અને ફિલ્મ રિલીઝ થતાં જ આ ગીતે આખા દેશમાં ધૂમ મચાવી દીધી.
1990ની નંબર-1 હિટ ફિલ્મ ‘દિલ’
માત્ર 2 કરોડના બજેટમાં બનેલી ફિલ્મ ‘દિલ’ 1990ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી.આ ફિલ્મે ભારતમાં નેટ 7 કરોડ અને ગ્લોબલ બોક્સ ઓફિસ પર 17 કરોડથી વધુની કમાણી કરી હતી.આ ફિલ્મની ભવ્ય સફળતા બાદ આમિર ખાન અને માધુરી દીક્ષિતની જોડી બોલીવુડની ટોપ સુપરસ્ટાર જોડી બની ગઈ હતી.
આ પણ વાંચો :‘હનુમાન અંશ’ ફેમ અંધ ગાયક સુનીલ લોધીના જીવનમાં ચમત્કાર; સ્ટેજ પર જુબીને આપ્યો સરપ્રાઈઝ
આ પણ વાંચો :બિગ બોસમાં ભાવુક થઈ મનોજ તિવારીની દીકરી રિતિ, કહ્યું- હંમેશાં પિતાની ઓળખનું દબાણ રહ્યું
આ પણ વાંચો :ગણેશ ચતુર્થી પર ‘રામાયણ: ભાગ 1’ નું નવું ‘સિયા રામ’ પોસ્ટર આઉટ
