Entertainment News/ ખતરોં કે ખિલાડી 15 વિજેતા: કોણ જીત્યું ટ્રોફી? રોહિત શેટ્ટીએ તોડી ચૂપકીદી

‘ખતરોં કે ખિલાડી 15′(Khatron Ke Khiladi 15) ના ફિનાલે શૂટિંગ બાદ વિજેતા તરીકે ફરહાના ભટ્ટ અને અવિનાશ મિશ્રાના નામની ચર્ચા છે. શોના વિજેતા અંગે રોહિત શેટ્ટીએ આપેલા નિવેદન વિશે વધુ વાંચો.

Entertainment
Khatron Ke Khiladi 15 Update Season finale

Entertainment News : રોહિત શેટ્ટીનો પોપ્યુલર સ્ટંટ આધારિત રિયાલિટી શો ‘ખતરોં કે ખિલાડી 15’ (Khatron Ke Khiladi 15)હાલ તેના આખરી તબક્કામાં પહોંચી ગયો છે. હાલમાં જ આ સીઝનના ફિનાલે એપિસોડનું શૂટિંગ પૂર્ણ થયું છે. આ શૂટિંગ બાદ સોશિયલ મીડિયા પર એવી જોરદાર અટકળો ચાલી રહી છે કે ફરહાના ભટ્ટ (Farhana Bhatt) અથવા અવિનાશ મિશ્રા (Avinash Mishra) માંથી કોઈ એકે ટ્રોફી પોતાના નામે કરી લીધી છે.

Khatron Ke Khiladi 15 : રોહિત શેટ્ટીએ વિજેતાના નામ પર આપ્યું આ નિવેદન

ફિનાલેના શૂટિંગ દરમિયાન પાપારાઝીએ શોના હોસ્ટ રોહિત શેટ્ટી (Rohit Shetty)ને ઘેરીને ફરહાના ભટ્ટના વિજેતા બનવા અંગે પૂછપરછ કરી હતી.વિજેતાના નામ અંગે સવાલ થતાં જ રોહિત શેટ્ટીએ હસીને કહ્યું હતું કે, “મને પણ હજી સુધી ખબર નથી કે વિજેતા કોણ છે!”મેકર્સ દ્વારા હજુ સુધી ફાઇનલિસ્ટ કે વિજેતાનું નામ અધિકૃત રીતે જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ ફરહાના અને અવિનાશ બંનેએ શોમાં એક પણ સ્ટંટ અબોર્ટ્સ કર્યા વિના ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે.

ફરહાના ભટ્ટ અને અવિનાશ મિશ્રા વચ્ચે ટક્કર

બંને સ્પર્ધકો આ સીઝનના સૌથી મજબૂત દાવેદાર તરીકે સામે આવ્યા છે.અવિનાશે હાલમાં જ 1 મિનિટ અને 16 સેકન્ડમાં વોટર સ્ટંટ પૂરો કરીને સૌને ચોંકાવી દીધા હતા. ઉપરાંત તેને ટાસ્ક રિજેક્ટ કરવાની ખાસ પાવર પણ મળી હતી.આ વખતે શો ‘ઓલ્ડ વર્સિસ ન્યૂ: ડર કા નયા દૌર’ થીમ પર રમાઈ રહ્યો છે. જેમાં રૂબિના દિલૈક, રિત્વિક ધનજાની, વિશાલ અને કરણ વાહી જેવા જૂના ખેલાડીઓ સામે અવિનાશ, ફરહાના, ઓરી અને ગૌરવ ખન્ના જેવા નવા સ્પર્ધકોએ કડક ટક્કર આપી છે.


આ પણ વાંચો :દિલજીત દોસાંજે કરી મોટી જાહેરાત;21 નવેમ્બરે અમદાવાદના નમો સ્ટેડિયમમાં મચાવશે ધમાલ!

આ પણ વાંચો :41 વર્ષની ઉંમરે બીજીવાર માતા બનશે માહિરા ખાન, બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો

આ પણ વાંચો :ભારતીય સિનેમાના ઇતિહાસમાં ન ભૂતો ન ભવિષ્યતિ! ‘હનુમાન અંશ’ ફિલ્મે સર્જાયો ઓલ-ટાઈમ રેકોર્ડ