Entertainment News/ ભારતીય સિનેમાના ઇતિહાસમાં ન ભૂતો ન ભવિષ્યતિ! ‘હનુમાન અંશ’ ફિલ્મે સર્જાયો ઓલ-ટાઈમ રેકોર્ડ

ડિવોશનલ ફિલ્મ Hanuman Ansh એ ભારતીય સિનેમાનો સૌથી મોટો રેકોર્ડ બનાવ્યો છે. રિલીઝના 37મા દિવસે 18.50 કરોડ કમાઈને ફિલ્મે 236.50 કરોડનું ગ્લોબલ કલેક્શન કર્યું છે.

Entertainment
Hanuman Ansh Immense clout

Entertainment News : ડિવોશનલ અને કલ્ચરલ સિનેમાનો યુગ ફરી એકવાર ભારતીય ફિલ્મ ઉદ્યોગ (Indian film industry)પર રાજ કરી રહ્યો છે. અત્યંત મર્યાદિત બજેટમાં નિર્માણ પામેલી ફિલ્મ ‘હનુમાન અંશ’ (Hanuman Ansh) એ બોક્સ ઓફિસ પર એવો ચમત્કાર સર્જ્યો છે જેની કલ્પના પણ મોટા-મોટા ટ્રેડ એનાલિસ્ટ્સે કરી નહોતી. રિલીઝના છઠ્ઠા અઠવાડિયે પહોંચ્યા પછી પણ આ ફિલ્મની કમાણી અટકવાનું નામ નથી લઈ રહી અને ભારતીય સિનેમાના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ ફિલ્મે 37 મા દિવસે આટલું મોટું કલેક્શન કર્યું છે.

Hanuman Ansh : 37 મા દિવસે બોક્સ ઓફિસ પર હિસ્ટોરિક કલેક્શન

સામાન્ય રીતે કોઈપણ ફિલ્મ 37 મા દિવસ સુધીમાં થિયેટરોમાંથી ગાયબ થઈ જતી હોય છે, પરંતુ આ ફિલ્મે અનોખો રેકોર્ડ બનાવ્યો છે.સેકનિલ્ક (Sacnilk) ના તાજેતરના રિપોર્ટ અનુસાર, ફિલ્મે 37 મા દિવસે એટલે કે ૬ઠ્ઠા શનિવારે ભારતમાં 18.50 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે.જે પ્રમાણે દર્શકો પરિવાર સાથે થિયેટરમાં જઈ રહ્યા છે તે જોતાં ૬ઠ્ઠા રવિવારે આ આંકડો 20 કરોડ રૂપિયા સુધી પહોંચવાની પૂરી શક્યતા છે.ભારતભરમાં આ ફિલ્મનું નેટ કલેક્શન 192.13 કરોડ રૂપિયા અને ગ્રોસ કલેક્શન 227 કરોડ રૂપિયાને પાર પહોંચી ગયું છે.

વર્લ્ડવાઈડ માર્કેટ અને વિદેશી કમાણી

ભારત ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ફિલ્મ ‘હનુમાન અંશ’ નો દબદબો જોવા મળી રહ્યો છે.તાજેતરમાં જ વિદેશી માર્કેટમાં રિલીઝ કરાયેલી આ ફિલ્મે ઓવરસીઝથી પણ 9.50 કરોડ રૂપિયાની મોટી કમાણી કરી લીધી છે.ગ્લોબલ લેવલે આ ફિલ્મનું કુલ બોક્સ ઓફિસ કલેક્શન 236.50 કરોડ રૂપિયા થઈ ગયું છે.જે સ્પીડે આ ફિલ્મ કમાણી કરી રહી છે તે જોતાં ફિલ્મ ટૂંક સમયમાં જ 500 કરોડના ક્લબ તરફ પ્રયાણ કરશે તેવો ટ્રેડ પંડિતોનો દાવો છે.

ડિવોશનલ ફિલ્મોનો સુવર્ણ યુગ અને કૌટુંબિક પ્રતિસાદ

છેલ્લા કેટલાક સમયથી ધાર્મિક અને આસ્થા સાથે જોડાયેલી ફિલ્મોને દર્શકોનો અકલ્પનીય સપોર્ટ મળી રહ્યો છે.૩ડી એનિમેટેડ ફિલ્મ ‘મહાવતાર નરસિંહા’ તેમજ ગુજરાતી બોક્સ ઓફિસ પર ધમાકો મચાવનાર ‘લાલો કૃષ્ણ સદા સહાયતે’ બાદ હવે ‘હનુમાન અંશ’ નો જાદુ છવાયો છે.આ ફિલ્મ માત્ર ચોક્કસ વર્ગ પૂરતી સીમિત ન રહેતા દરેક ધર્મ અને વયજૂથના લોકો પોતાના પરિવાર સાથે થિયેટરોમાં જોવા પહોંચી રહ્યા છે.


આ પણ વાંચો :સિલ્વરસ્ટોનમાં અજિત કુમારને સપોર્ટ કરવા પહોંચ્યા વિજય-ત્રિશા, વીડિયો વાયરલ

આ પણ વાંચો :સલમાન ખાનના વફાદાર બોડીગાર્ડ શેરાનો પુત્ર બોલિવૂડમાં ધમાકો કરવા તૈયાર

આ પણ વાંચો :‘હનુમાન અંશ’ નો ધમાકો! અક્ષય-સૈફની ‘હૈવાન’ ફ્લોપ તરફ, કમાણી રૂ. 200 કરોડને પાર