Entertainment News: ‘કસૌટી જીંદગી કી 2’ ની એક્ટ્રેસ એરિકા ફર્નાન્ડિઝ (Actress Erica Fernandez) વર્ષ 2023માં ભારત છોડીને દુબઈ (Dubai)માં શિફ્ટ થઇ ગઇ હતી. નવીન તકો મેળવવા અને ઇન્ડિયન ટીવી ઉપરાંત, બહારના પ્રોજેક્ટ્સ કરવા માટે એણે આમ કર્યુ હોવાનું જણાવ્યું હતું.

એરિકા ફર્નાન્ડિઝ (Erica Fernandez) હાલ દુબઇમાં સ્થાયી
ઈરાન અને ઇઝરાયલના યુદ્ધ (Iran-Israel War)માં દુબઇને પણ ટારગેટ કરવામાં આવી રહ્યું છે. દુબઈનું એરસ્પેસ (Air Space) પણ અસ્થાયી રીતે બંધ કરી દેવામાં આવ્યું છે. ફ્લાઇટ્સ રદ થવાના કારણે અનેક ટૂરિસ્ટ્સ (Tourists) ત્યાં ફસાયેલા છે! ઈશા ગુપ્તા, સોનલ ચૌહાણ અને અજીત કુમાર (Esha Gupta, Sonal Chauhan and Ajit Kumar) જેવા બોલીવુડ અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના લોકો (Bollywood & TV Industry Artists) પણ દુબઈમાં ફસાયેલા છે. આ દરમિયાન, એરિકાના ફેન્સ દ્વારા એની ચિંતા કરવામાં આવતા એક્ટ્રેસે જણાવ્યું છે કે, એ દુબઈમાં સુરક્ષિત છે.

“આ એક ડરામણો અનુભવ છે!”
આ એક્ટ્રેસે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતુ, “યૂએઈ ની સરકારે (UAE Government) આ સંકટને અદ્ભૂત રીતે હેન્ડલ કર્યુ છે! અહિં રહેવા દરમિયાન મેં જોયું છે કે, કેવી રીતે અધિકારીઓ રિસ્પોન્ડ કરી રહ્યાં છે…જો કે, યુદ્ધની પરિસ્થિતિઓમાં રહેવું આસાન નથી…આ (એર ડિફેન્સ ઇન્ટરસેપ્શનના) અવાજો રિયલ છે અને ભયાનક છે!! મારી આસપાસના લોકો, મિત્રો અને પરિવારના લોકો બધા પોતાની નજરે જોઈ રહ્યાં છે, આ મુશ્કેલ પ્રોસેસ છે…આમાં કોઇ શુગર કોટિંગ વાળી વાત જ નથી, આ એક ડરામણો અનુભવ છે!”
એરિકાએ લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે. એનું કહેવું છે કે, “અમે શાંતિથી કામ કરી રહ્યાં છીએ. સ્થાનિક સત્તાધીશોની ગાઇડલાઇન્સનું પાલન કરીને સેફ રીતે રહી રહ્યાં છીએ. અત્યારે તો અમે બસ આ જ કરી શકીએ છીએ…જે લોકોએ યુદ્ધમાં પોતાનાઓ (સ્વજનો)ને ગુમાવ્યા છે, મારું હૃદય એમની સાથે છે.”

‘કસૌટી જીંદગી કી રીબૂટ’ માં મુખ્ય ભૂમિકા
એરિકાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, દુબઈમાં રહેવા છતાં પણ એ ઇન્ડિયન ઓટીટી શોઝ (OTT Shows) કરી રહી છે. ભારત (India) અને દુબઈ વચ્ચે એ સરસ રીતે વર્ક બેલેન્સ જાળવી રહી છે. દુબઈ સેટલ થયા બાદ, એરિકાએ બિઝનેસ વર્લ્ડમાં પણ પગરણ માંડ્યા છે અને એ પોતાનું પ્રોડક્શન હાઉસ ધરાવે છે.

એરિકા છેલ્લે, વર્ષ 2024 માં આવેલી સિરીઝ ‘લવ અધૂરા’ માં દેખાઇ હતી. એ ટેલિવિઝન ધારાવાહિકો ‘કસૌટી જીંદગી કી રીબૂટ’ (Kasautii Zindagi Ki Reboot), ‘કુછ રંગ પ્યાર કે ઐસે ભી’ (Kuch Rang Pyar ke Aise Bhi) થી પોપ્યુલર થઇ હતી.
આ પણ વાંચો: શું થલાપતિ વિજયના 27 વર્ષના લગ્નજીવનનો અંત આવશે? પત્ની સંગીતાએ કોર્ટમાં કરી છૂટાછેડાની અરજી
આ પણ વાંચો: રશ્મિકા મંદાનાએ શેર કરી લગ્નની પ્રથમ તસવીર! જુઓ ‘નેશનલ ક્રશ’નો બ્રાઈડલ લુક
આ પણ વાંચો: લગ્ન બાદ હાથમાં હાથ નાખી એરપોર્ટ પર જોવા મળ્યા વિજય-રશ્મિકા! PM મોદીને રિસેપ્શનનું આમંત્રણ

