Entertainment News/ ગુજરાતી લોક ગાયિકા સાંત્વની ત્રિવેદી દિગંત નિરંજની સાથે સગાઈસૂત્રથી બંધાઇ….

Santvani Trivedi (સાંત્વની ત્રિવેદી) ગુજરાતી સંગીતમાં એક મોટું નામ બની ચૂક્યું છે. આજે એણે પોસ્ટ કરીને દિગંત નિરંજની સાથે પોતાની સગાઈ થયાની જાહેરાત…

Trending Entertainment
Santvani Trivedi ,સાંત્વની ત્રિવેદી, ગુજરાતી સંગીત, દિગંત નિરંજની

Entertainment News: ગુજરાતી લોક ગાયિકા સાંત્વની ત્રિવેદી (Santvani Trivedi)એ તેના લાંબા સમયના પ્રેમી દિગંત નિરંજની (Digant Niranjani) સાથે સગાઈ (Engagement)ની સત્તાવાર જાહેરાત કરી છે, જે પોતે પણ સંગીતના ઉસ્તાદ પણ છે.

સાંત્વની ત્રિવેદી (Santvani Trivedi) અને દિગંત નિરંજની ની સગાઈ

આ દંપતીએ 22 ફેબ્રુઆરી, 2026 ના રોજ ઇન્સ્ટાગ્રામ પર #DiVani સાથે સમારોહની ક્ષણોની ઝલક પોસ્ટ કરીને આ સમાચાર શેર કર્યા હતા. સાંત્વની ત્રિવેદીએ પરંપરાગત સજાવટ અને પ્રસંગની ઘનિષ્ઠ ઝલકથી ભરેલો એક નાનો સગાઈનો વીડિયો પોસ્ટ કર્યો હતો.

કેપ્શનમાં લખ્યું હતું, “બે હૃદય, કાયમ માટે એક.” સાંત્વની દિગંત.”

Santvani Trivedi ,સાંત્વની ત્રિવેદી, ગુજરાતી સંગીત, દિગંત નિરંજની

ચાહકોએ પ્રેમનો વરસાદ કર્યો હતો અને થોડીવારમાં જ, સાંત્વની ની સગાઈની પોસ્ટ પર પ્રતિક્રિયાઓનો પ્રવાહ શરૂ થઈ ગયો. યુઝર્સે આ દંપતી માટે આનંદ અને સ્નેહ વ્યક્ત કર્યો.

ગુજરાતી સંગીત જગતનું લોકપ્રિય નામ સાંત્વની ત્રિવેદી

ગુજરાતી સંગીત જગત (Gujarati Music)માં આજે એક પ્રખ્યાત નામ છે સાંત્વની ત્રિવેદી. મધુર અવાજ, સરળ સ્વભાવ અને લોકગીતોની ખુશ્બૂથી ભરેલું તેમનું સંગીત કરોડો ગુજરાતી દિલોમાં ગૂંજે છે.

સાંત્વનીનો જન્મ 15 જુલાઈ, 1995ના રોજ મૂળ ગોધરામાં (પંચમહાલ) એક સંગીતમય પરિવારમાં થયો હતો, અને એ જ દિવસથી તેમના જીવનમાં સંગીતના લેખ લખાઈ ગયા હતા.

એને સંગીત વારસામાં મળેલું અને પરિવાર જ પ્રથમ ગુરુ બન્યો. સાંત્વનીને સંગીત કોઈ શીખવાડે તે પહેલાં જ, ઘરનું વાતાવરણ તેમને રાગ અને સૂરની સમજ શીખવતું ગયું. આ લોકપ્રિય ગાયિકાની માતાનું નામ છે ભાવનાબેન ત્રિવેદી, જે પોતે પણ એક ગાયિકા છે અને પિતા બાલકૃષ્ણ ત્રિવેદી એક રિધમિસ્ટ છે. તેનો ભાઈ મેધાંત ત્રિવેદી પણ સંગીત જગત સાથે સંકળાયેલો છે.

આવી સંગીતમય પરંપરામાં ઉછરેલી સાંત્વની માટે ગાયકી સ્વાભાવિક હતી. બાળપણથી જ તેઓ ગીતો ગાતા અને દરેક પરિવારિક પ્રસંગે તેમનો અવાજ સૌનું ધ્યાન ખેંચતો.

શૈક્ષણિક સફર- માઇક્રોબાયોલોજીથી મ્યુઝિક સુધી

સાંત્વનીએ માત્ર સંગીત જ નહીં, પરંતુ અભ્યાસમાં પણ ઉત્તમ પ્રદર્શન કર્યું છે. તેણે માઇક્રોબાયોલોજીમાં ડિગ્રી મેળવીને B.Ed પૂર્ણ કર્યું અને સાથે-સાથે શાસ્ત્રીય સંગીત (Shashtriya Sangeet) નું સંસ્કારિત શિક્ષણ પણ લીધું હતુ. આમ, શૈક્ષણિક અને સંગીતના મિશ્રણે સાંત્વનીને વધુ બહુમુખી પ્રતિભા બનાવી છે.

યૂટ્યુબથી લોકપ્રિયતા: ગોધરા થી વૈશ્વિક દર્શકો સુધી

યુટ્યુબ (You Tube) પ્રત્યેનો શોખ સાંત્વનીને ડિજિટલ પ્લેટફોર્મ (Digital Platform) પર લઈ ગયો. તેની ઇચ્છા હતી કે, ગોધરા અને આસપાસના સુંદર પ્રાકૃતિક સ્થળોથી લોકો અવગત થાય. તેથી તેમણે એ લોકેશનો પર લોકગીતો, ભજનો અને ગરબાના વીડિયો બનાવી અપલોડ કરવા શરૂ કર્યા.

દર્શકોનો પ્રતિસાદ એટલો ઉત્તમ મળ્યો કે, તેણે પોતાના નામની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ શરૂ કરી જેના આજે લાખો વ્યૂઅર્સ છે.

ગાયકીની સાથે ડાન્સ અને કોરિયોગ્રાફીનો અદ્ભુત મેળ

સાંત્વની માત્ર ગાયિકા જ નથી પરંતુ તે ડાન્સ પ્રત્યે પણ પ્રેમ ધરાવે છે. આજ સુધી તેણે પોતાના અનેક ગીતોમાં જાતે જ કોરિયોગ્રાફી (Choreography) કરી છે. ગાયકી અને નૃત્યનું આ પરફેક્ટ મિશ્રણ તેમને અન્ય કલાકારોથી આગવું સ્થાન અર્પે છે.

ફક્ત ઑનલાઇન નહીં — લાઈવ સ્ટેજ પર પણ સમાન જાદુ

સાંત્વની ત્રિવેદી લાઈવ શોઝ (Live Shows) પણ કરે છે અને ગરબા ફેસ્ટિવલમાં પરફોર્મ કરે છે. સંગીતના કાર્યક્રમોમાં ખાસ આમંત્રિત કલાકાર તરીકે હાજર રહે છે. તેના અવાજની પ્રભાવશાળી અસર સ્ટેજ પર પણ લોકોને મંત્રમુગ્ધ કરી દે છે.

કયું સંગીત સૌથી વધુ ગમે છે?

સાંત્વનીને ખાસ કરીને ગુજરાતી સુગમ સંગીત (Gujarati Sugam Sangeet), લોકગીતો, ક્લાસિકલ ટચ વાળા મ્યુઝિક ખૂબ ગમે છે. તેની પ્રાથમિકતા હંમેશા સુગમ સંગીત રહી છે અને તેમના અવાજની મીઠાશ અને રણકો એમાં સ્પષ્ટ જોવા મળે છે.


આ પણ વાંચો:મોનાલિસાને ફિલ્મ ઓફર કરનાર ડાયરેક્ટર સનોજ મિશ્રાની રેપ કેસમાં ધરપકડ

આ પણ વાંચો:બોલિવુડના દિગ્ગજ અભિનેતા મનોજ કુમારે 87 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

આ પણ વાંચો:‘સિકંદર’ બાદ ‘બજરંગી ભાઈજાન 2’ લઈને આવી રહ્યો છે સલમાન ખાન, લેખક સાથે મીટિંગ ચાલુ