Entertainment News: જ્યારથી ગુજરાતી કલાકારો મલ્હાર ઠાકર અને પૂજા જોશીએ તેમના લગ્નની જાહેરાત કરી છે ત્યારથી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હલચલ મચી ગઈ છે. લોકો આ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આખરે, આજે 26 નવેમ્બર 2024 ના રોજ, વિકિડાનો વર બહાર આવશે. મલ્હાર ઠાકર અને પૂજા જોશી આજે લગ્નના બંધનમાં બંધાશે. આ પહેલા ગામમાં તેમની હલ્દી સેરેમનીની તસવીરો વાયરલ થઈ ચૂકી છે.

સોમવાર, 25 નવેમ્બરના રોજ સવારે હલ્દી સમારોહ યોજાયો હતો, ત્યારબાદ સાંજે સંગીત સમારોહ યોજાયો હતો.
યુગલના હલ્દી સમારોહ અને સંગીત સમારોહમાં ગુજરાતી કલાકારોની ભીડ ઉમટી પડી હતી. જેમાં ફિલ્મી દુનિયાની અનેક હસ્તીઓ જોવા મળી હતી.

મલ્હાર અને પૂજાના લગ્નની તસવીરો અને વીડિયોએ સોશિયલ મીડિયા પર લોકોના દિલ જીતી લીધા છે.
તેમની હલ્દી સેરેમની 25 નવેમ્બરના રોજ થઈ હતી. ત્યારબાદ સંધ્યા તને મહેંદી સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અનેક કલાકારોએ ભાગ લીધો હતો.

બંને ઇવેન્ટમાં હાજરી આપનાર કલાકારો સોશિયલ મીડિયા પર તેમની તસવીરો શેર કરી રહ્યા છે. જેના કારણે તેમના ફેન્સને આ લગ્નની દરેક અપડેટ મળી રહી છે.

મલ્હાર ઠાકર અને પૂજા જોશીની સંગીત સેરેમનીમાં ગુજરાતના પ્રખ્યાત લોક ગાયકો ઓસમાણ મીર અને અમીર મીરે ધૂમ મચાવી હતી. તેમના સંગીતના તાલે આખું ઢોલીવુડ લગ્નની મસ્તીમાં ડૂબી ગયું હતું.

રસપ્રદ વાત એ છે કે આ સમારોહની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને લોકો #MaJaNiWedding હેશટેગ સાથે ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી રહ્યાં છે.
આ પણ વાંચો:જામનગરમાં ગાયનો જીવલેણ હુમલો, દીકરાને બચાવતા જતા માતાને થઇ ગંભીર ઈજા
આ પણ વાંચો:પીઠીની વિધિમાં યમ બનીને ત્રાટક્યો ભાઈ, વરરાજાની સામે દુલ્હને તોડ્યો દમ
આ પણ વાંચો:અરવલ્લીમાં નિર્માધીન બિલ્ડીંગનો સ્લેબ તૂટ્યો, સેફ્ટી વગર ઊંચાઈ પર કામ શ્રમિકનું મોત
