surat crime/ પીઠીની વિધિમાં યમ બનીને ત્રાટક્યો ભાઈ, વરરાજાની સામે દુલ્હને તોડ્યો દમ

સુરતના લિંબાયતમાંથી પ્રેમ લગ્નનો કરુણ અંજામ સામે આવ્યું છે. પરિવારની વિરુદ્ધમાં યુવતીએ પ્રેમી સાથે કોર્ટમેરેજ કરી લીધા બાદ યુવકના પરિવાર દ્વારા બંનેના વિધિવત લગ્ન કરાવાઈ રહ્યા હતા. આ દરમિયાન લગ્નના એક દિવસ પહેલા હલદીની વિધિમાં યુવતીનો પિતરાઈ ભાઈ ત્યાં આવી પહોંચ્યો હતો અને તેની બહેન પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો.

Gujarat Others Trending
Untitled 153 પીઠીની વિધિમાં યમ બનીને ત્રાટક્યો ભાઈ, વરરાજાની સામે દુલ્હને તોડ્યો દમ

@અમિત રૂપાપરા 

સુરતમાં પ્રેમ લગ્નનો કરુણ અંજામ સામે આવ્યો છે. યુવતીએ પરિવારની મરજી વિરુદ્ધ તેના મનપસંદ યુવક સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા અને ત્યારબાદ જ્યારે યુવકના પરિવારના સભ્યો દ્વારા વિધિવત રીતે ફરીથી પુત્રવધુ અને પુત્રના લગ્ન કરાવવામાં આવતા હતા. તે સમયે જ પિતરાઈ ભાઈ દ્વારા પીઠીની વિધિ સમયે બહેનની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં યુવતીને ગંભીર ઈજા થઈ હોવાના કારણે તે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું મોત થયું હતું અને આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો.

સુરતમાં હલદી રસમની ચાલુ વિધિએ જ પિતરાઈ ભાઈએ બહેનને રહેંસી નાખી, કારણ પ્રેમ  લગ્ન | In Surat, a girl who married against her family was killed by her  cousin

સુરતના લિંબાયત વિસ્તારમાં આરડી ફાટક પાસે રામેશ્વર સોસાયટી આવેલી છે. આ રામેશ્વર સોસાયટીમાં રહેતો જીતેન્દ્ર કલ્યાણી પાટીલ નામની યુવતી સાથે લગ્ન કરી રહ્યો હતો. જે સમયે રામેશ્વર સોસાયટીમાં યુવક અને યુવતીની પીઠીની વિધિ ચાલી રહી હતી તે સમયે કલ્યાણીનો પિતરાઈ ભાઈ મોનુ પાટીલ લગ્નમંડપમાં આવી પહોંચ્યો હતો અને પીઠીની વિધિ દરમિયાન જ પિતરાઈ બહેન પર પોતાની પાસે રહેલા ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં કલ્યાણીને ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેનું મોત થયું હતું.

એક મહિના પહેલા જ કોર્ટ મેરેજ કર્યા હતા

મહત્વની વાત છે કે યુવક અને યુવતીનો પરિવાર સુરતના લિંબાયત વિસ્તારમાં જ રહેતો હતો. યુવતી કલ્યાણી અને યુવક જીતેન્દ્ર બંને છેલ્લા ઘણા સમયથી પ્રેમમાં હતા અને પરિવારના સભ્યો બંનેના પ્રેમ લગ્ન માટે રાજી ન હતા. કારણકે યુવતી પાટીલ સમાજની હતી અને જીતેન્દ્ર મહાજન સમાજનો હતો. પરિવારના સભ્યોની મરજી વિરુદ્ધ યુવતી કલ્યાણીએ કોર્ટ મેરેજ કરી લીધા હતા અને કોર્ટ મેરેજના એક મહિના બાદ બંને વિધિવત રીતે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.

કોર્ટમેરેજ બાદ સાત ફેરા ફરવા જતા પહેલાં હલદી સેરેમનીમાં પિતરાઈ યમ બની  ત્રાટક્યો, પરિવાર વિરુદ્ધ લગ્ન કરતી દુલ્હનની લગ્નમંડપમાં કરપીણ ...

યુવક જીતેન્દ્ર મહાજનના પરિવારના સભ્યો જ્યારે પુત્રવધુ અને પુત્રની વિધિવત રીતે લગ્ન વિધિ કરાવી રહ્યા હતા. તે સમયે મોનું પાટીલે પીઠીની વિધિ દરમિયાન બહેન કલ્યાણીની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. મોનુ પાટીલ પિતરાઈ બહેનની હત્યા કરી ઘટના સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કરતો હતો તે સમયે હાજર રહેલા લોકોએ મોનુને પકડી લીધો હતો. ઉપરાંત જીતેન્દ્રના પરિવારના સભ્યો કલ્યાણીને હોસ્પિટલ પહોંચાડે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા લિંબાયત પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને પોલીસે સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. તો આ ઘટના બાદ જીતેન્દ્રના પરિવારના સભ્યો દ્વારા મોનુંને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:અરવલ્લીમાં નિર્માધીન બિલ્ડીંગનો સ્લેબ તૂટ્યો, સેફ્ટી વગર ઊંચાઈ પર કામ શ્રમિકનું મોત

આ પણ વાંચો:હવે વડ જેવા મોટા ઘટાદાર વૃક્ષોને પણ તમે તમારા ઘરે ઉછરી શકો છો, સુરતના આ વ્યક્તિ 30 વર્ષથી તૈયાર કરી રહ્યા છે બોંસાઈ ટ્રી

આ પણ વાંચો:12 વર્ષની ઉંમરથી જ લૂંટ અને મર્ડરના કેસમાં ભાગતા ફરતા બહારવટિયા ભુપત આહીરની ધરપકડ

આ પણ વાંચો:નડિયાદમાં ધોધમાર વરસાદ, 2 ઈંચથી વધુ વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ