latest weather update/ નડિયાદમાં ધોધમાર વરસાદ, 2 ઈંચથી વધુ વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

નડિયાદમાં ભારે વરસાદ ખાબકતા અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે આ સાથે જ અનેક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેમ કે વરસાદ બંધ થવાનું નામ નથી લઇ રહ્યો, થોડા સમય ઓછો થયા બાદ વરસાદે ફરીથી એજ ગતિ શરુ કરી છે.

Top Stories Gujarat Others
4 334 નડિયાદમાં ધોધમાર વરસાદ, 2 ઈંચથી વધુ વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

ગુજરાતમાં ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે, એવામાં નડિયાદમાં આજે મુશળધાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદની સાથે સાથે જોરદાર પવન પણ ફુંકાઈ રહ્યો છે. લોકોને આવવા જવામાં તકલીફ પડી રહી છે, કેમ કે ભારે પવન અને વરસાદના કારણે રોડ પર દેખાવાનું પણ ઓછુ થઇ ગયું છે.

4 329 નડિયાદમાં ધોધમાર વરસાદ, 2 ઈંચથી વધુ વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

આ ઉપરાંત નડિયાદમાં નીચાણવાળા વિસ્તારમાં ખુબ જ પાણી ભરાઈ ગયા છે. અત્યાર સુધી 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. હજુ પણ વરસાદ સતત વરસી રહ્યો છે, જેના લીધે નોકરીયાત વર્ગ અને સાથે સાથે બાળકોને પણ સમસ્યા પડી રહી છે.

4 330 નડિયાદમાં ધોધમાર વરસાદ, 2 ઈંચથી વધુ વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

નડિયાદ સિવાય ઠાસરા અને મહેમદાવાદમાં પણ છુટાછવાયા ઝાપટા પડયા હતા. આજે સોમવારે નડિયાદમાં મેઘરાજાએ પોતાનો પ્રેમ વરસાવી દીધો છે. ભારે વરસાદના પગલે નડિયાદમાં અનેક જગ્યા એ પાણી ભરાઈ ગયા છે, સાથે જ ચારેય અંડરબ્રીજને બંધ કરાયા છે.

4 331 નડિયાદમાં ધોધમાર વરસાદ, 2 ઈંચથી વધુ વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

તો આ સિવાય સ્ટેશન રોડ, ઘોડીયા બજાર, દેસાઈ વગો, વાણીયાવાડ સહિત પશ્ચિમના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. આ પાણી ભરાતા વાહન ચાલકોના વાહનો ખોટકાઈ જવાના બનાવો બન્યા હતા. આ સાથે જ સમયસર વરસાદ પડતાં જગતના તાતમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

4 332 નડિયાદમાં ધોધમાર વરસાદ, 2 ઈંચથી વધુ વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

નડિયાદમાં ભારે વરસાદ ખાબકતા અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે આ સાથે જ અનેક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેમ કે વરસાદ બંધ થવાનું નામ નથી લઇ રહ્યો, થોડા સમય ઓછો થયા બાદ વરસાદે ફરીથી એજ ગતિ શરુ કરી છે.

4 333 નડિયાદમાં ધોધમાર વરસાદ, 2 ઈંચથી વધુ વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

વસો, મહેમદાવાદ, ઠાસરા પંથકમાં પણ વરસાદે પોતાનો આગવો મિજાજ બતાવતાં અહીંયા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

આ પણ વાંચોઃ Lovejihad/ હિંમતનગરમાં બે વિપ્ર યુવતીઓને વિધર્મીઓએ નામ બદલી ફોસલાવવાની ઘટનાથી અજંપો

આ પણ વાંચોઃ Heartattack/ ત્રણ સંતાનોના પિતાનું હાર્ટ એટેકથી મોત

આ પણ વાંચોઃ LOOT/ મહેસાણાનો વેપારી દિલ્હીના ઠગોના હાથે લૂંટાયોઃ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

આ પણ વાંચોઃ ચોમાસાની જમાવટ/ અમદાવાદમાં ધોધમાર વરસાદ, વિવિધ વિસ્તારમાં ભરાયા પાણી, રાજ્યના 27 જીલ્લામાં બેઠું ચોમાસું

આ પણ વાંચોઃ Amazon Invest:/ એમેઝોન 2030 સુધીમાં ભારતમાં 20 લાખ લોકોને રોજગાર આપશે, IT રાજ્ય મંત્રીએ આપી માહિતી