Rajkot News: રાજકોટમાં ડમ્પરોનો ત્રાસ વધી ગયો છે. નશામાં ધૂત ટ્રક ચાલકે સગીરનો ભોગ લીધો છે. તેમા 15 વર્ષના વિજય વાઘેલાનું મૃત્યુ નીપજ્યુ હોવાનું પોલીસે જણાવ્યું હતું. નશામાં ધૂત ટ્રક ચાલક દ્વારા શુક્રવારના રોજ રોડ ક્રોસ કરી રહેલા બે કૌટુંબિક ભાઈ બહેન સહિત કાર, ટ્રક તેમજ ટુ વ્હીલર સહિતના ચાલકોને અડફેટે લીધા હોવાનું સામે આવ્યું છે. આ ઘટના શુક્રવારે રાત્રે આઠ વાગે બની હતી.
રાજકોટમાં ડમ્પર ચાલકો બેફામ બન્યા છે. મોરબી રોડ પાસે ફાટકના બ્રિજ નજીક ડમ્પર ચાલકે ત્રણથી ચાર વાહનો સાથે અકસ્માત સર્જયો હતો. બાઈક ચાલકને ગ્રીનલેન્ડ ચોકડી નજીક અડફેટે લઈ મોરબી રોડ તરફ અકસ્માત સર્જ્યો હતો. મોરબી રોડ પર ફાટકના બ્રીજે અકસ્માત સર્જી રોડ સાઈડમાં જઈ બેડી ચોકડી નજીક પણ અકસ્માત સર્જ્યો હતો. આ ઘટનામાં ડમ્પર ચાલક પણ ગંભીર,અન્ય ત્રણથી ચાર વ્યક્તિઓને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા,પોલીસ ઘટના સ્થળે પહોંચી,વધુ કાર્યવાહી હાથ ધરી.
આ આખી ઘટના રાજકોટ મોરબી હાઇવે પર જકાતનાકા નજીક આવેલ પેટ્રોલ પંપ પાસે બની હોવાનું સામે આવ્યુ છે. વિજય વાઘેલા બેન સાથે ડિવાઇડર પર ઊભેલો હતો ત્યારે કાળમુખા ટ્રક ચાલકે બંને ભાઈ બહેનને અડફેટે લીધા હતા. જે ઘટનામાં વિજય વાઘેલાનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થયું હતું. જ્યારે કે કુંજલ વાઘેલાને સામાન્ય ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે.
આ ભયાનક અકસ્માત સર્જનાર ટ્રક ચાલક રાજેશનાથ બાવાને પણ ગંભીર ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. હાલ તેની રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે ઇમર્જન્સી વોર્ડમાં સારવાર ચાલી રહી હોવાનું સામે આવ્યું છે.
નજરે જોનારાઓના જણાવ્યા મુજબ ભાઈ બહેનને અડફેટે લીધા બાદ ટ્રક ચાલક રોંગ સાઈડમાં અંદાજિત દોઢથી બે કિલોમીટર બેડી ચોકડી ખાતે પહોંચ્યો હતો. તેમજ રસ્તામાં એક કાર, એક બાઈક તેમજ એક ડમ્પરને ટક્કર મારી હતી. ત્યારે કારમાં સવાર ચાર જેટલા વ્યક્તિઓને ઇજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. સિવિલ હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર અકસ્માત સર્જનારા ટ્રક ચાલકની હાલત હાલ ગંભીર હોવાનું સામે આવ્યું છે
15 વર્ષનો સગીર વિજય વાઘેલા રાજકોટ મોરબી હાઇવે નજીક ઝૂંપડપટ્ટી ખાતે રહેતો હોવાનું સામે આવ્યું છે. તેમજ સમગ્ર મામલાની જાણ વિજય વાઘેલાના પરિવારજનોને થતા તેમણે રોડ ઉપર આક્રંદ વ્યક્ત કર્યો હતો. તેમજ અકસ્માતની ઘટના સર્જાતા ટ્રાફિક જામની સમસ્યા પણ જોવા મળી હતી. આ અકસ્માતમાં મૃત્યુ પામેલાના પરિવારજનોએ ન્યાયની માંગ કરી હતી સિવિલ હોસ્પિટલ ખાતે પણ પરિવારજનોનું આક્રંદ જોવા મળ્યું હતું. જીવ ગુમનાવર વિજયના માતાપિતા પણ હયાત ન હોવાનું પરિવારજનો જણાવ્યું હતું .તે એકલો કાકા કાકી ભેગો રહેતો હતો .
આ પણ વાંચો: Rajkot News/રાજકોટમાં જેતપુરમાં બે બાઇક વચ્ચે અકસ્માતમાં એકનો જીવ ગયો
આ પણ વાંચો: Rajkot News/રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર અકસ્માતની ઘટના, બેના મોત
આ પણ વાંચો: Breaking News/રાજકોટના આટકોટ નજીક ભયાનક કાર અકસ્માત, આર.કે. યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓના મોત
