Rajkot News/ રાજકોટમાં જેતપુરમાં બે બાઇક વચ્ચે અકસ્માતમાં એકનો જીવ ગયો

 રાજકોટના જેતપુરમાં બે બાઇક વચ્ચે પ્રાણઘાતક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એકનો જીવ ગયો હતો અને બીજો ગંભીર રીતે ઇજા પામ્યો છે. રાજકોટના વડિયાથી મોરવાણા જવાના માર્ગ પર અકસ્માત સર્જાયો હતો.

Top Stories Gujarat Rajkot Breaking News

Rajkot News:  રાજકોટના જેતપુરમાં બે બાઇક વચ્ચે પ્રાણઘાતક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એકનો જીવ ગયો હતો અને બીજો ગંભીર રીતે ઇજા પામ્યો છે. રાજકોટના વડિયાથી મોરવાણા જવાના માર્ગ પર અકસ્માત સર્જાયો હતો. પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને ઇજાગ્રસ્તને જેતપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યો છે.

વડિયા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. નજરે જોનારાઓના જણાવ્યા મુજબ આ અકસ્માત આશ્ચર્યજનક હતો. બંને બાઇક પૂરઝડપે આવી રહ્યા હતા. બંનેમાંથી એકપણ એકબીજાને જુએ તે પહેલાં તો અકસ્માત સર્જાયો હતો. બંને જણા રીતસર ગફલતભરી રીતે જ ચલાવતા હતા. બાકી શહેરમાં આટલી પૂરઝડપે વાહન ચલાવે તો અકસ્માત જ થાય તેમ તેઓનું કહેવું હતું.

અકસ્માતના પગલે સ્થાનિકો તરત જ દોડી આવ્યા હતા. તેમણે 108ને બોલાવી હતી અને તાત્કાલિક સારવાર આપીને જીવ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. પણ એકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું અને બીજાને સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યો છે. તે પણ ગંભીર ઇજા પામ્યો છે.

આના પગલે પોલીસે અકસ્માત મૃત્યુની સાથે ઓવરસ્પીડિંગનો પણ કેસ નોંધ્યો છે. ગંભીર રીતે ઇજા પામનાર સારી સ્થિતિમાં આવશે તેના પછી પોલીસ તેની પૂછપરછ કરશે. હાલમાં તો પોલીસે ઘટનાસ્થળના નજીકના સીસીટીવી ફૂટેજ ફંફોસવા માંડ્યા છે, જેથી પરિસ્થિતિની વાસ્તવિકતા જાણી શકાય.

આ ઉપરાંત પોલીસે મૃતક અને ઇજાગ્રસ્તના મોબાઇલ પણ તેના કબ્જામાં લીધા છે. મૃતકના સગાસંબંધીઓને જાણ કરી દેવામાં આવી છે અને પોસ્ટમોર્ટમ પછી મૃતદેહ તેમને સોંપી દેવામાં આવશે. પોલીસે આ કેસમાં હવે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Rajkot News/રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર અકસ્માતની ઘટના, બેના મોત

આ પણ વાંચો: Breaking News/રાજકોટના આટકોટ નજીક ભયાનક કાર અકસ્માત, આર.કે. યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓના મોત

આ પણ વાંચો: Rajkot News/રાજકોટમાં મહિલા કોલેજ અન્ડર બ્રિજ ખાતે 6 વાહનોનો ગંભીર અકસ્માત!