Rajkot News/ રાજકોટમાં BRTS બસે મહિલાને અડફેટે લેતા ઘાયલ થઈ, અકસ્માતનો વી઼ડિયો વાયરલ

108 એમ્બ્યુલન્સને જાણ કરાતા મહિલાને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી

Gujarat Rajkot

Rajkot News : રાજકોટમાં અકસ્માતોનો સિલસિલો યથાવત છે. જેમાં  150 ફૂટ રિંગ રોડ પર બિગબજાર નજીક BRTS બસે એક મહિલાને અડફેટે લેતા તે ઘાયલ થઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ બનાવ ત્યારે બન્યો જ્યારે એક મહિલા BRTS ટ્રેક ક્રોસ કરી રહી હતી.

તે જ સમયે પૂરપાટ ઝડપે આવી રહેલી BRTS બસે મહિલાને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાવહ હતો કે મહિલા રોડ પર ફંગોળાઈ ગઈ હતી.ઘટના બનતા જ આસપાસથી પસાર થઈ રહેલા રાહદારીઓ અને વાહનચાલકો સ્થળ પર એકઠા થઈ ગયા હતા. તાત્કાલિક ધોરણે રાહદારીઓએ માનવતા દાખવી ઘાયલ મહિલાને પ્રાથમિક સારવાર પૂરી પાડી હતી.

બાદમાં 108 એમ્બ્યુલન્સને જાણ કરાતા મહિલાને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.અકસ્માતનો Live વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં BRTS બસ ડ્રાઇવરોની બેદરકારી અને ટ્રાફિક નિયમોના ભંગ મુદ્દે ફરી સવાલો ઉભા થયા છે. શહેરીજનો દ્વારા BRTS ટ્રેક પર સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવા અને બેફામ ચાલતા ડ્રાઇવરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે નવા ચૂંટાયેલા સરપંચોનું 4 જુલાઈએ અભિવાદન

આ પણ વાંચોઃગાંધીનગરના ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સંકુલમાં ફૂડ પોઇઝનિંગની ઘટના

આ પણ વાંચોઃદાહોદમાં મનરેગા કૌભાંડને લઈ ગાંધીનગરથી તપાસ