Rajkot News/ સુરત કતારગામ આત્મહત્યા કેસ: ન્યાય અપાવવા જયેશ રાદડિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો

વાવડિયા પરિવારની એકમાત્ર દીકરીના અચાનક આત્મહત્યાથી પરિવારમાં શોક છવાઈ ગયો છે. સગીર યુવતીએ પજવણી, માનસિક ત્રાસ અને બ્લેકમેલથી આત્મહત્યા કરી હોવાનું પ્રકાશમાં આવ્યા બાદ પાટીદાર સમાજના નેતાઓ આગળ આવ્યા છે.

Top Stories Gujarat Rajkot Breaking News

Rajkot News: 13 જુલાઈના રોજ સુરતના કતારગામમાં 19 વર્ષીય પાટીદાર યુવતી નેનુ વાવડિયાએ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. વાવડિયા પરિવારની એકમાત્ર દીકરીના અચાનક આત્મહત્યાથી પરિવારમાં શોક છવાઈ ગયો છે. સગીર યુવતીએ પજવણી, માનસિક ત્રાસ અને બ્લેકમેલથી આત્મહત્યા કરી હોવાનું પ્રકાશમાં આવ્યા બાદ પાટીદાર સમાજના નેતાઓ આગળ આવ્યા છે. આ સંદર્ભે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ રાજકોટના પ્રમુખ અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ dદીકરીને ન્યાય મળે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે.

આ કેસમાં શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ રાજકોટ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને આરોપીઓ સામે કડક સજાની માંગણી કરવામાં આવી છે. શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ રાજકોટના પ્રમુખ અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા અને ટ્રસ્ટના માનદ મંત્રી ઉકાભાઈ પટેલે રજૂઆત કરી છે કે તાજેતરમાં સુરત શહેરના કતારગામ વિસ્તારમાં 19 વર્ષની માસૂમ પુત્રી નેનુ રજનીભાઈ વાવડિયાએ અસામાજિક તત્વોના ત્રાસથી આત્મહત્યા કરી છે.

આ આત્મહત્યા પાછળનું કારણ એ સામે આવ્યું છે કે કતારગામ વિસ્તારનો એક માનસિક રીતે વિકૃત વ્યક્તિ વારંવાર દીકરીની છેડતી, માનસિક ત્રાસ, બ્લેકમેઇલિંગ અને હેરાન કરતો હતો. આવા અસામાજિક લોકોને રોકવા માટે, રાજ્ય સરકાર અત્યંત સતર્ક છે અને દરેક સમુદાયની દીકરીઓની સુરક્ષા માટે ગંભીરતાથી કામ કરી રહી છે, હંમેશા લાગણીથી દરેકની ચિંતા કરે છે.

મૃતક છોકરી નેનુ વાવડિયાના પરિવારને તાત્કાલિક ન્યાય મળવો જોઈએ અને આવા દુષ્ટ તત્વો સામે કડક કાર્યવાહી કરીને ગુજરાતમાં એક ઉદાહરણ બેસાડવું જોઈએ અને આવા તત્વોએ આવું કૃત્ય કરતા પહેલા સો વાર વિચારવું જોઈએ અને યુવાનીનાં ઉંબરે ઉભેલી દરેક સમાજની દીકરીઓને ક્યારેય આવું પગલું ભરવા માટે મજબૂર ન કરવી જોઈએ. ટ્રસ્ટ બોર્ડની લાગણી અને માંગ છે કે આવા કૃત્ય કરનારા ગુનેગારોને સૌથી કડક સજા મળવી જોઈએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં બ્લેકમેલિંગથી કંટાળીને યુવતીએ કર્યો આપઘાત….

આ પણ વાંચો:વધુ એક મોડલનો સુરતમાં આપઘાત : ગળાફાંસો ખાતા પહેલા અંતિમ રીલમાં લખ્યું-‘આજે તે અહેસાસ કરાવી દીધો કે હું તારા માટે કંઇ નથી

આ પણ વાંચો:સુરતમાં વેપારીએ લાઈવ થઈ આપઘાત કર્યો, 3 વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી