Not Set/ કોરોના ટેસ્ટનાં પૈસા લેતા બે હોસ્પિટલોને ફટકારવામાં આવ્યો 5 – 5 લાખનો દંડ, બાકીનાંનું શું…?

ગુજરાતમાં કોરોનાનાં કહેરમાં સતત વધારો થઈ રહ્યો છે.  ગુજરાતમાં સૌથી વધારે કેસ અમદાવાદમાં નોંધવામાં આવ્યા છે. કોરોનાની સાથે સાથે અમદાવાદમાં કોરોના વાયરસની સારવાર કરી રહેલ ખાનગી હોસ્પિટલોએ પણ લોકોને મારવામાં(આર્થિક રીતે) કશું બાકી રાખ્યું ન હોવાનાં કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એક તરફ મોત અને એક તરફ મોતથી બતવા આર્થિક મોત…સામાન્ય માણસ જોઇ તો કઇ બાજુ […]

Ahmedabad Gujarat

ગુજરાતમાં કોરોનાનાં કહેરમાં સતત વધારો થઈ રહ્યો છે.  ગુજરાતમાં સૌથી વધારે કેસ અમદાવાદમાં નોંધવામાં આવ્યા છે. કોરોનાની સાથે સાથે અમદાવાદમાં કોરોના વાયરસની સારવાર કરી રહેલ ખાનગી હોસ્પિટલોએ પણ લોકોને મારવામાં(આર્થિક રીતે) કશું બાકી રાખ્યું ન હોવાનાં કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એક તરફ મોત અને એક તરફ મોતથી બતવા આર્થિક મોત…સામાન્ય માણસ જોઇ તો કઇ બાજુ એ વિષ્ટામણ અનુભવી રહ્યો છે. 

કોરોના વાયરસનાં દર્દીઓને લૂંટવામાં હોસ્પિટલો કઈ ખામી રાખતા નથી અને આ મહામારીના સમયે ખાનગી હોસ્પિટલો ક્યાંકને ક્યાંક લૂંટ ચલાવી રહ્યા હોવાની વિગતો સામે આવતા લોકોમાં ભારે રોષ જોવામાં આવી રહ્યો છે. બરાબર ત્યારે જ  અમદાવાદમાં આવી જ રીતે લોકોને લૂંટતી બે હોસ્પિટલો તંત્રની ઝપેટમાં આવી ગઇ છે. જી હા, અમદાવાદની બોડીલાઇન અને અર્થમ હોસ્પિટલને તંત્રએ અધધધ 5 – 5 લાખનો દંડ ફટકારતા આરોગ્ય ક્ષેત્રમાં સોંપો પડી ગયો છે. અમદાવાદની બોડી લાઈન હોસ્પિટલે દર્દી પાસેથી ટેસ્ટના પૈસા લીધા હતા, જ્યારે અર્થમ હોસ્પિટલ મનપા કોટામાં દર્દીને દાખલ ન કરતા દંડ ફટકારવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી રહી છે. 

આવો જ એક લૂટનો કિસ્સો DHS હોસ્પિટલનો પણ સામે આવી રહ્યો છે ત્યારે તેની સામે કોઇ પગલા લેવાશે કે કેમ તે લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. વાત જાણે એમ છે કે, કોરોના પેશન્ટ સવિતાબેન પટેલને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સરકાર દ્વારા સરકારી હોસ્પિટલમાં થઈ રહેલી સારવારના ચારે બાજુ વખાણ કરવામાં આવી રહ્યા છે, પરંતુ અહીંયા વાસ્તવિકતા કંઈક અલગ દેખાઈ રહી છે. સવિતાબેન પટેલને કોરોનાની સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની યોગ્ય સારવાર કરવામાં આવી ન હતી. ઉપરાંત સવિતાબેન સોલા સિવિલ હોસ્પિટલમાં બેડ પરથી નીચે પડી ગયા હતા છતાં પણ તેમની કોઈ તકેદારી રાખવામાં આવી ન હતી. સિવિલ હોસ્પિટલમાં આવેલ ધમણ વેન્ટિલેટર મામલે વિપક્ષે પણ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે, ત્યારે સવિતાબેનને સોલા સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર ન મળતા ડ્રાઈવ ઈન રોડ પર આવેલી DHS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

DHS ના સંચાલકોએ દર્દીની કોરોના વાયરસની સારવારના નામે 6 કલાકનું 1 લાખ 12 હજાર બિલ ઉઘરાવ્યું હતું. DHS હોસ્પિટલના સંચાલકોએ ઓક્સિજન, વેન્ટિલેટર, ઇન્જેક્શનના નામે પૈસા ખંખેર્યા હતા. સરકાર દ્વારા મોટા મોટા બણગાં ફૂંકવામાં કોઈ કસર છોડવામાં આવી નથી જ્યારે વાસ્તવિક પરિસ્થિતિ કંઈક અલગ જ છે. 2 દિવસ અગાઉ જ અમદાવાદની એક ખાનગી હોસ્પિટલની બેદરકારી સામે આવી હતી, ત્યારે ફરી એકવાર કોરોના વાયરસની સારવાર કરી રહેલ ખાનગી હોસ્પિટલો સારવારના બહાને બેફામ લૂંટ ચલાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews