બનાસકાંઠાનાં કાંકરેજમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. બનાસકાંઠાના કાંકરેજમાં અજાણ્યા વાહન દ્વારા બાઇક સાથે અકસ્માત સર્જી ચાલતી પકડવામા આવતા, બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
વાત જાણે એમ છે કે, કાંકરેજ તાલુકાના વડા ગામ પાસેના હાઇવે પરની ઘટના છે કે જ્યાંથી એક બાઇક ચાલક પસાર થઇ રહ્યો હતો. આ દરમિયાન પૂરઝડપે આવી રહેલા અજાણ્યા વાહનચાલકે ટક્કર મારી હતી. જેથી બાઇક ચાલક રસ્તા પર નીચે પટકાયો હતો. જેથી તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું. જ્યારે એક વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી, અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
