Gujarat Weather: આગામી દિવસોમાં ગુજરાતમાં ગરમી(Heat)ને હવામાન વિભાગે (IMD) એલર્ટ આપ્યું છે. 12 માર્ચ સુધી ગરમીનો પારો ઊંચે જવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી તાપમાનમાં વધઘટ થશે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની પણ આગાહી કરવામાં આવી છે.
રાજ્યના ઉત્તર-પૂર્વ ભાગોમાં તાપમાન 38 થી 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ તાપમાન 38 થી 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. મધ્ય ગુજરાતમાં તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના છે.
હોળીના તહેવારમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. માવઠા (Unseasonal Rainfall)થી પાક નાશ પામવાની સંભાવના છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર 19 માર્ચ સુધીમાં ઉત્તર-પશ્ચિમ ભારત સહિત દેશના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ અને વંટોળની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં કરા પડવાની પણ શક્યતા છે.
ગુજરાતમાં પણ આ સમયગાળા દરમિયાન હવામાનમાં પલટો આવશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને ઉત્તર-પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં વાતાવરણ બદલાશે. 12 માર્ચથી 18 માર્ચ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડવાની પણ શક્યતા છે. અંબાલાલ પટેલની આ આગાહી ખેડૂતો અને સામાન્ય લોકોને આગામી દિવસોમાં હવામાનની સ્થિતિ માટે તૈયાર રહેવા માટે મદદરૂપ થશે.
આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 4 દિવસ મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે! ગરમીથી આંશિક રાહત
આ પણ વાંચો: રાજ્યમાં ગરમીથી મળશે આંશિક રાહત,સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં ભારે પવનનું અલર્ટ
આ પણ વાંચો: ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધ્યું, દિવસે શેકાઈ જવાય તેવું તાપમાન