Maharashtra News/ મહારાષ્ટ્રમાં GB સિન્ડ્રોમના 225 કેસ! 12નાં મોત, 15 વેન્ટિલેટર પર

વહીવટીતંત્રે આ જિલ્લાઓમાં 89699 ઘરોની મુલાકાત પણ લીધી છે. આમાં પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 46,534, પિંપરી ચિંચવાડ મ્યુનિસિપલ કોર્પોરેશન (PCMC)માં 29,209 અને પુણે

Top Stories India Breaking News
Image 2025 03 09T070027.685 મહારાષ્ટ્રમાં GB સિન્ડ્રોમના 225 કેસ! 12નાં મોત, 15 વેન્ટિલેટર પર

Maharashtra News: મહારાષ્ટ્રમાં ગુઇલેન-બેરે સિન્ડ્રોમ (Guillain-Barre Syndrome) નો પહેલો કેસ 9 જાન્યુઆરીએ નોંધાયો હતો. અત્યાર સુધીમાં 225 શંકાસ્પદ કેસ નોંધાયા છે.  179 દર્દીઓ સાજા થયા છે. 24 ની સારવાર ચાલુ છે. 15 વેન્ટિલેટર પર છે. કુલ 12 મૃત્યુ નોંધાયા છે. આમાંથી, 6 કેસોમાં મૃત્યુનું કારણ GBS (હાછ-પગમાં નબળાઈ કે કળતર થવી) હતું અને 6 કેસોમાં મૃત્યુનું કારણ અનિશ્ચિત હતું.

Guillain-Barre Syndrome Outbreak: Maharashtra Reports Second Death; Know  How To Stay Safe

મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, આ બધા કેસ પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન, પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન ગામડાઓ, પિંપરી ચિંચવાડ મ્યુનિસિપલ કોર્પોરેશન, પુણે ગ્રામીણ અને અન્ય જિલ્લાઓના છે. આ વિસ્તારોમાંથી 7262 પાણીના નમૂના રાસાયણિક અને જૈવિક વિશ્લેષણ માટે પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા હતા. 144 જળ સ્ત્રોતોમાં ચેપ જોવા મળ્યો છે.

વહીવટીતંત્રે આ જિલ્લાઓમાં 89699 ઘરોની મુલાકાત પણ લીધી છે. આમાં પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 46,534, પિંપરી ચિંચવાડ મ્યુનિસિપલ કોર્પોરેશન (PCMC)માં 29,209 અને પુણે ગ્રામીણમાં 13,956 ઘરોનો સમાવેશ થાય છે.

Pune GBS Cases: Pune records 5 new GBS cases, total rises to 197; death  toll remains at 7

માહિતી મુજબ, સારવાર મોંઘી છે, એક ઇન્જેક્શનનો ખર્ચ રૂ. 20,000 છે. GBS ની સારવાર મોંઘી છે. ડોકટરોના મતે, દર્દીઓને સામાન્ય રીતે ઇમ્યુનોગ્લોબ્યુલિન (IVIG) ઇન્જેક્શનનો કોર્સ કરાવવો પડે છે. ખાનગી હોસ્પિટલમાં એક ઇન્જેક્શનનો ખર્ચ 20 હજાર રૂપિયા છે. પુણેની એક હોસ્પિટલમાં દાખલ 68 વર્ષીય દર્દીના પરિવારે જણાવ્યું કે સારવાર દરમિયાન તેમના દર્દીને 13 ઇન્જેક્શન આપવા પડ્યા.

ડોક્ટરોના મતે, GBS થી પ્રભાવિત 80% દર્દીઓ હોસ્પિટલમાંથી રજા મળ્યાના 6 મહિનાની અંદર કોઈપણ પ્રકારના ટેકા વગર ચાલવાનું શરૂ કરી દે છે. પરંતુ ઘણા કિસ્સાઓમાં, દર્દીને એક વર્ષ કે તેથી વધુ સમય લાગે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:33 વર્ષમાં 300 દર્દીઓ સાથે બાંધ્યા અંતરંગ સંબંધો, ફ્રાન્સના હેવાન ડોક્ટરે કરી કબુલાત

આ પણ વાંચો:TB દર્દીઓ સાથે નિક્ષય મિત્ર તરીકે જોડાઈને ન્યુટ્રીશન કિટ પૂરી પાડવા અંગે થયા MOU

આ પણ વાંચો:પુણેમાં ગુઇલેન બેરી સિન્ડ્રોમનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 197 કેસ, 20 દર્દીઓ વેન્ટિલેટર પર, 50 ICUમાં