Gujarat News: હવે રાજ્યમાં ગરમીથી મળશે આંશિક રાહત ગુજરાત રાજ્યમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે. જી હા…હવામાન વિભાગ પાસેથી મળેલી માહિતી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવને કારણે વાતાવરણ ઠંડુ રહેશે. પવનની દિશા ઉત્તર-પશ્ચિમથી ઉત્તર તરફ રહેશે. જેથી ઠંડો પવન ફૂંકાશે અને ગરમીમાંથી આંશિક રાહત મળશે. આગામી સાત દિવસ સુધી હવામાન સૂકું રહેવાની સંભાવના છે. આગામી 24 કલાકમાં તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય. તેથી આજથી લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો થવાની શક્યતા છે.
ગુજરાતમાં તાપમાન ઘટવાનું મુખ્ય કારણ ઉત્તર-પશ્ચિમ ભારતમાંથી પસાર થતું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. પવનની દિશા બદલાવાને કારણે ઉત્તર તરફથી ઠંડા પવનો ફૂંકાશે, જેના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોમવારે ગાંધીનગર, ડીસા, મહુવા, રાજકોટ, સુરેન્દ્રનગરમાં તાપમાન 35 ડિગ્રીને પાર કરી ગયું હતું. તો અમદાવાદમાં 34.6 ડિગ્રી નોંધાયું હતું. લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો નલિયામાં 16.5 ડિગ્રી નોંધાયું હતું. આ સાથે વડોદરામાં 18.6 ડિગ્રી, રાજકોટમાં 18.7 ડિગ્રી અને અમદાવાદમાં 21.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. ત્યારે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આવતીકાલ સુધી આકાશ સ્વચ્છ રહેવાની શક્યતા છે.
બીજી તરફ હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે માર્ચ મહિનામાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે વાતાવરણમાં પણ બદલાવ જોવા મળશે. ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અને 7 માર્ચ પહેલા ઉત્તર ગુજરાત, કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળશે.
આ પણ વાંચો:ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધ્યું, દિવસે શેકાઈ જવાય તેવું તાપમાન
આ પણ વાંચો:ગરમીનો પ્રકોપ શરૂ, મોડી રાત્રે ઠંડીનો અનુભવ કરતા લોકો
આ પણ વાંચો:ગુજરાતમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધવાની
