Gujarat Weather News: ગુજરાતમાં આ સમયે ગરમી (Heat) વધી રહી છે, શિયાળો હવે વિદાય તરફ આગળ વધી રહ્યો છે. હવામાન વિભાગે શિયાળાની વિદાયના સંકેત આપ્યા છે. આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વાતાવરણ સૂકું રહેવાની સંભાવના છે. રાજ્યના મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. વેસ્ટ રાજસ્થાનમાં લો પ્રેશર સક્રિય થતાં ગરમીનું પ્રમાણ વધશે. IMD ની આગાહી મુજબ, માર્ચનો બીજો સપ્તાહ તીવ્ર ગરમીની શરૂઆત માટે જવાબદાર રહેશે.
ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને કચ્છના વિસ્તારોમાં તાપમાન 41 ડિગ્રીથી 42 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. રાત્રિ દરમિયાન પણ ગરમીનું મોજું ચાલુ રહેશે કારણ કે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા વધારે રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ખાસ કરીને ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન ઊંચું રહેશે અને ઉત્તર સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ગરમીના મોજાની અસરને કારણે તીવ્ર ગરમીનો અનુભવ થઈ શકે છે.
ગરમીનો પારો વધતા અમદાવાદ (Ahmedabad) શહેરમાં આવેલી સોલા સિવિલ હોસ્પિટલ(Civil Hospital)માં દર્દીઓની સંખ્યામાં વધારો થવા લાગ્યો છે. એક અઠવાડિયામાં 13,130 ઓપીડી (OPD) કેસ નોંધાયા છે. 246 દર્દીઓમાંથી 3 મેલેરિયા, 27 ઝાડા-ઊલટી, 1 ડેન્ગયૂનો કેસ નોંધાયો છે. ગરમીના કારણે પાણીજન્ય રોગ વધવાની શક્યતાઓ વધતી દેખાઈ રહી છે. ગરમીમાં તબીબો વધુ પાણી પીવાની તેમજ સુતરાઉ કપડાં પહેરવાનું સૂચન કરી રહ્યાં છે.
7 માર્ચ પછી, મહત્તમ તાપમાન સામાન્ય કરતા 3 થી 5 ડિગ્રી સેલ્સિયસ અલગ હોઈ શકે છે. ગુજરાતના રહેવાસીઓને આગામી દિવસોમાં ગરમીની તીવ્ર અસર માટે તૈયાર રહેવા વિનંતી કરવામાં આવી છે. 2025નો ઉનાળો તાજેતરના વર્ષોમાં સૌથી ગરમ સાબિત થવાની સંભાવના છે, જેના માટે મ્યુનિસિપલ તંત્ર દ્વારા ભયની ચેતવણીઓ સાથે ચેતવણીઓ પણ જારી કરવામાં આવી છે.

સાવચેતીના પગલા તરીકે, 50 કિમીના આંતરિક વિસ્તારમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ(IMD)ના જણાવ્યા અનુસાર, હાલમાં ગુજરાતમાં ઉત્તર-પૂર્વ અને પૂર્વ દિશાઓથી પવન ફૂંકાઈ રહ્યા છે. જમીનની સપાટી પરથી આવતા આ પવનો સામાન્ય રીતે ગરમ હોય છે, જેના કારણે રાજ્યમાં બફારાનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે અને આગામી બે દિવસમાં તાપમાન 38 ડિગ્રી સુધી પહોંચી શકે છે તેવો અંદાજ છે. આગામી 24 કલાક સુધી તાપમાન સમાન રહેશે.

ત્યારબાદ, બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધવાની શક્યતા છે. તે જ સમયે, રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે અને મહત્તમ તાપમાન સામાન્ય નોંધાયું છે. આગામી એક અઠવાડિયા સુધી રાજ્યભરમાં હવામાન શુષ્ક રહેવાની ધારણા છે અને તાપમાનમાં પણ ધીમે ધીમે વધારો થવાની શક્યતા છે. ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન સુરતમાં 37.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંત રાજ્યના અન્ય ત્રણ મહાનગરોમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાયું હતું, જેમાં અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 34.9 ડિગ્રી સેલ્સિયસ, વડોદરાનું 35 ડિગ્રી સેલ્સિયસ અને રાજકોટનું 37 ડિગ્રી સેલ્સિયસ હતું.
આ પણ વાંચો:ઠંડી વિદાય તરફ, ગરમીનું થઈ રહ્યું છે આગમન
આ પણ વાંચો:ગરમીનો પ્રકોપ શરૂ, મોડી રાત્રે ઠંડીનો અનુભવ કરતા લોકો
આ પણ વાંચો:ગુજરાતમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધવાની હવામાન વિભાગની આગાહી, યલો એલર્ટ જાહેર
