શિયાળાની ઠંડી હજુ શરૂ જ થઇ છે અને એકવાર ફરી ચોમાસાએ એન્ટ્રી કરી સામાન્ય જનતાને મુસીબતમાં મુકી દીધા છે. રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. તાજેતરમાં પાટનગર ગાંધીનગરનાં અમુક વિસ્તારોમાં વરસાદે અચાનક એન્ટ્રી કરી છે. એક તરફ મોંઘવારીની માર સામાન્ય જનતા પહેલા જ સહન કરી રહી છે. તેમા આ કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધુ છે. મળી રહેલી માહિતી અનુસાર કપાસનાં પાકમાં નુકસાન થાય તેવી ભીતી છે.
રાજ્યમાં જ્યા ઠંડીએ હજુ શરૂઆત કરી હતી, ત્યા અચાનકે મેઘરાજાએ એટ્રી કરી દીધી છે. હાલમાં ખાસ કરીને ગાંધીનગરનાં ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. હાલમાં વરસાદ તો બંધ થઇ ગયો છે પરંતુ અચાનક વાતાવરણમાં પલટો થતા ઠંડો પવન ફૂંકાઇ રહ્યો છે. અહી સાંજનાં સમયે વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યુ હતુ.
કમોસમી વરસાદનાં કારણે રાજ્યમાં ખેડૂતોની હાલત હવે વધારે ખરાબ થાય તેવી સંભાવનાઓ છે. મગફળી અને કપાસનાં પાક તો દિવાળી બાદ પડેલા વરસાદનાં કારણે ધોવાઇ ગયા હતા. પરંતુ જ્યા શિયાળુ પાકની આશા રાખીને બેઠા ખેડૂતોની મહેનત પર કમોસમી વરસાદે એકવાર ફરી પાણી ફેરવી દીધુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
