ભારતે લોકસભા અને રાજ્યસભામાં પાસ થયેલા નાગરિકત્વ સુધારણા બિલ અંગે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનની ટિપ્પણીનો કડક સંદર્ભમાં જવાબ આપ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે ગુરુવારે કહ્યું કે, પાકિસ્તાને તેના દેશમાં લઘુમતીઓની સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
વિધેયક અંગે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનની ટિપ્પણીનો ઉલ્લેખ કરતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે પાકિસ્તાને ભારતની આંતરિક બાબતો પર ટિપ્પણી કરવાને બદલે, તેના દેશમાં લઘુમતીઓ સાથેના વ્યવહાર પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
Raveesh Kumar, MEA on Pak PM's remarks on #CABBill2019: Don't think we need to respond to every statement of Pakistan PM. All his statements are unwarranted, he should rather pay attention to the condition of minorities in Pakistan than comment on internal matters of India. pic.twitter.com/7fE04FJuIq
— ANI (@ANI) December 12, 2019
આપને જણાવી દઇએ કે, ઇમરાન ખાને ગુરુવારે ભારત સરકાર પર હિન્દુ સર્વોચ્ચવાદી કાર્યસૂચિને વ્યવસ્થિત રીતે ચલાવવાનો આરોપ લગાવ્યો હતો અને ખૂબ મોડું થાય તે પહેલાં જગતને પગલા ભરવા જ પડશે તેવું ઉમેર્યુ હતું. ઇમરાન ખાને શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં સિટિઝનશીપ (સુધારા) બિલનો ઉલ્લેખ કર્યો છે.
નોંધનીય છે કે આ બિલમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં ધાર્મિક દમનને લીધે 31 ડિસેમ્બર 2014 સુધીમાં ભારત આવેલા બિન-મુસ્લિમ શરણાર્થીઓ – હિન્દુઓ, શીખ, બૌદ્ધ, જૈનો, પારસી અને ખ્રિસ્તી સમુદાયોને ભારતીય નાગરિકત્વ આપવાની દરખાસ્ત કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
