Not Set/ ખેડબ્રહ્મા/ આંગડીયા પેઢી કર્મીના લૂંટ વિથ મર્ડર મામલે, એકની ધરપકડ

ખેડબ્રહ્મા ટાઉનમાં બનેલ આંગડીયા પેઢી કર્મીના લુંટ વિથ મર્ડર ના જઘન્ય અપરાધમાં સંડોવાયેલ ગેંગના સુત્રધારને પકડી રૂ.૭,૮૪,૦૦૦/- નો મુદ્દામાલ સાબરકાંઠા LCB  દ્વારા રીકવર કરવામાં આવ્યો છે. આજથી પંદરેક દિવસ પહેલા ખેડબ્રહ્મા પો.સ્ટે. ફ.ગુ.ર.નં-૪૧/૨૦૨૦ ઇપીકો કલમ ૩૯૭,૩૦૨ તથા આર્મસ એકટ કલમ ૨૫(૧બી,એ,),૨૭ તથા જી.પી.એકટ કલમ  ૧૩૫ મુજબનો ગુન્હો નોધાયેલ જેમાં  ખેડબ્રહ્મા બજારમાં મુખી માર્કેટમાં આવેલ એન.માધવલાલ […]

Gujarat Others

ખેડબ્રહ્મા ટાઉનમાં બનેલ આંગડીયા પેઢી કર્મીના લુંટ વિથ મર્ડર ના જઘન્ય અપરાધમાં સંડોવાયેલ ગેંગના સુત્રધારને પકડી રૂ.૭,૮૪,૦૦૦/- નો મુદ્દામાલ સાબરકાંઠા LCB  દ્વારા રીકવર કરવામાં આવ્યો છે.

આજથી પંદરેક દિવસ પહેલા ખેડબ્રહ્મા પો.સ્ટે. ફ.ગુ.ર.નં-૪૧/૨૦૨૦ ઇપીકો કલમ ૩૯૭,૩૦૨ તથા આર્મસ એકટ કલમ ૨૫(૧બી,એ,),૨૭ તથા જી.પી.એકટ કલમ  ૧૩૫ મુજબનો ગુન્હો નોધાયેલ જેમાં  ખેડબ્રહ્મા બજારમાં મુખી માર્કેટમાં આવેલ એન.માધવલાલ આંગડીયા પેઢીમાં કામ કરતા કર્મચારી કિરણભાઇ ઉર્ફે પ્રકાશભાઇ હરગોવિંદભાઇ નાયક રહે.મકતુપુર તા.ઉઝા જી.મહેસાણા નાઓ પેઢીના કામે રોકડ રકમ લઇ ખેડબ્રહ્મા પેટ્રોલપંપ બસ સ્ટેશન તરફ જવાના રસ્તે બપોરના સમયે જઇ રહ્યા હતા ત્યારે એક સ્વિફટ ડિઝાયર ગાડીમાં આવેલ અજાણ્યા ઇસમોએ તેમના ઉપર પીસ્તોલ/રીવોલ્વર જેવા હથીયારથી ફાયરીંગ કરી જીવલેણ હુમલો કરી ચાકુના ઘા મારી મુત્યુ નિપજાવી તેમની પાસે રહેલ નાણાની બેગની લુંટ કરી જતા રહેલ.

આ કેસમાં પોલીસ દ્વારા જુદી જુદી ટીમ બનાવી, ટેકનીકલ સર્વેલન્સ, સી.સી.ટી.વી.ફુટેજ, હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ગુજરાતના વિવિધ પો.સ્ટે.માંથી એમ.ઓ.બી. નો રેફરન્સ મેળવી ખુબ ઉંડાણ પુર્વકની તપાસ હાથ ધરવામાં આવી હતી.  દરમ્યાન હ્યુમન ઇન્ટેલીજન્સ તથા મોડસ ઓપરેન્ડી (એમ.ઓ.બી.)આધારે વધુ તપાસ કરતા ગુન્હામાં સંડોવાયેલ ગેંગનો એક સુત્રધાર આ ગુનામાં ઉપયોગમાં લેવાયેલ ઇકો ગાડી નં.GJ-38-B-6195ની લઇ તા.૦૬/૦૨/૨૦૨૦ના રોજ રાત્રીના સમયે પ્રાંતિજ વાળા રસ્તે પસાર થનાર છે, જેવી બાતમીના આધારે જીલ્લા એલ.સી.બી. પોલીસ દ્વારા જેતે જગ્યા પર સઘન વોચ ગોઠવવામાં આવી હતી.

પોલીસે કારને અટકાવી તેમા બેઠેલ ડ્રાયવર ની પુછપરછ કરતા તેણે પોતાનું નામ મહમદ અનિસ હબીબભાઇ સોલંકી (સીપાઇ) રહે.ઘોડાપીરની દરગાહ પાસે કાસમપુર વિસ્તાર વિરમગામ તા.વિરમગામ જિ.અમદાવાદ નો હોવાનુ જણાવ્યું હતું.

વધુ પુચ્પ્ર્ચમાં જણાવ્યું હતું કે, ગઇ તા.૨૧/૦૧/૨૦૨૦ ના રોજ પોતાને હનિફભાઇ ઉર્ફે સબીરભાઇ ઇમામભાઇ બેલીમ રહે.સમી તથા જયેશ નામના માણસે હિમતનગર જવા માટે ગાડી સાથે બોલાવયો હતો. પોતે પોતાની  ઇકો ગાડી લઇ હિમતનગર થઇ ખેડબ્રહ્મા ગયા હતા. તે દીવસે રસ્તામાં તેઓ બંને મોડાસા નજીક ના મેઢાસણ ગામે રહેતા મહેશ સંદીપ શર્મા ને મેઢાસણથી મહાવીરસિંહ જોધા બાપુની સ્વીફટ ગાડી લઇ બોલાવેલ હોવાની વાતો કરતા હતા. અને હિમતનગર પહોચતાં એક સફેદ કલરની સ્વીફટ ડીઝાયર ગાડી ત્યાં આવી હતી. અને તેઓ ખેડબ્રહ્મા ગયા હતા. અને પાછળથી આ ઈસમને પણ ત્યાં બોલાવતાં તે પણ ખેડબ્રહ્મા ગયો હતો. અને બંનેને ત્યાં મળ્યો હતો.  તે વખતે ખેડબ્રહ્મા ખાતે ફાયરીંગ કરી આંગડીયા વાળાની લુંટનો બનાવ બાંયો હોવાનું જણાવ્યું હતું.

ત્યારબાદ આ લોકો સ્વીફટ ડીઝાયર ગાડી લઇ ત્યાંથી નિકળી ગયેલ હોવાનુ અને પોતે પણ ત્યાંથી થી જતો રહ્યાનુ જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.