BZ GROUP Scam/ જો ધારાસભ્ય જ કરતા હોય મહાઠગનું માર્કેટિંગ તો સામાન્ય માણસો શિકાર કેમ ના બને?

ધારાસભ્ય ધવલસિંહ ઝાલા કહી રહ્યા છે કે, ભૂપેન્દ્રસિંહને કેમ ખબર પડે છે કે એકમાં બે અને બેમાંથી ચાર કેવી રીતે બનાવાય છે.

Top Stories Gujarat Others

BZ GROUP Scam: કરોડોના કૌભાંડ અંગે મહત્વના સમાચાર બહાર આવ્યા છે. ખાસ વાત એ છે કે BZ ગ્રુપનું 6 હજાર કરોડનું કૌભાંડ હવે પ્રકાશમાં આવ્યું છે. અનેક ધારાસભ્યો દ્વારા ભૂપેન્દ્રસિંહ ઝાલાનું માર્કેટિંગ કરવામાં આવ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. હવે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ઝાલાનું ખૂબ માર્કેટિંગ કરી રહ્યા છે.

ધારાસભ્ય ધવલસિંહ ઝાલા કહી રહ્યા છે કે, ભૂપેન્દ્રસિંહને કેમ ખબર પડે છે કે એકમાં બે અને બેમાંથી ચાર કેવી રીતે બનાવાય છે. જે વ્યક્તિ રૂપિયાને ડબલ કરી શકે છે તે બધું જ કરી શકે છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી.’ જાણવા મળ્યું છે કે આ વીડિયો BZ એજ્યુકેશન કેમ્પસના લોન્ચિંગ દરમિયાનનો છે. જેમાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલા BZ ગ્રુપના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલાનું માર્કેટિંગ કરી રહ્યા છે. આવા સંજોગોમાં જો ખુદ ધારાસભ્ય જ આવા કૌભાંડનું માર્કેટિંગ કરતા હોય તો સામાન્ય લોકો મુર્ખ બને તે સ્વાભાવિક છે. કારણ કે હવે દરેક વ્યક્તિ પૈસા કમાવા માંગે છે.

CID એ અરવલ્લીના BZ ગ્રુપ પર દરોડા પાડ્યા છે. આરોપો અનુસાર, CID ટીમોએ BZ ગ્રુપના એજન્ટોની વિવિધ ઓફિસો પર દરોડા પાડ્યા હતા, જેમણે કથિત રીતે રૂ. 6,000 કરોડનું રાજ્યનું સૌથી મોટું કૌભાંડ આચર્યું હતું. જોકે, આ દરમિયાન એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. આ સાથે BZ ગ્રુપના CEO ભૂપેન્દ્ર સિંહ ઝાલા પણ હાલ પોલીસની પકડમાં આવ્યો નથી. BZ ગ્રુપની તપાસમાં એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે BZ ગ્રુપ દ્વારા સમગ્ર કૌભાંડ કેવી રીતે આચરવામાં આવ્યું તેની માહિતી સામે આવી છે. આથી હાલ આ મામલે તપાસ ચાલી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:CID ક્રાઈમના BZ ગ્રુપ પર દરોડા : 2 બેંક એકાઉન્ટમાંથી રૂ.175 કરોડનાં ટ્રાન્ઝેકશન મળ્યાં

આ પણ વાંચો:BZ ફાયનાન્સિયલે પોન્ઝી સ્કીમમાંથી 6,000 કરોડ રૂપિયા એકઠા કર્યા, CIDએ દરોડા પાડ્યા

આ પણ વાંચો:ઉતર ગુજરાતમાં BZ GROUP પર CIDની તવાઈ