Gujarat Government Employee DA Increase: ગુજરાત રાજ્યના લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં (DA) 2 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી હવે કર્મચારીઓને મળતું મોંઘવારી ભથ્થું 58%થી વધીને 60% થઈ ગયું છે. ખાસ વાત એ છે કે આ વધારાનો અમલ પાછલી અસરથી એટલે કે 1 જાન્યુઆરી, 2026થી કરવામાં આવ્યો છે.
Employee : મોંઘવારી ભથ્થું 58% થી વધીને થયું 60%
ભારત સરકારના ગત 22 એપ્રિલ, 2026ના ઓફિસ મેમોરેન્ડમને અનુસરીને રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે, જે મુજબ અત્યાર સુધી કર્મચારીઓને 58 ટકાના દરે મળતું ભથ્થું હવે વધીને કુલ 60 ટકા થયું છે. આ વધારાનો સીધો લાભ રાજ્ય સરકાર અને પંચાયતના કર્મચારીઓ તથા પેન્શનરો સહિત અખિલ ભારતીય સેવા (A.I.S.)ના અધિકારીઓ અને ગ્રાન્ટ-ઈન-એડ શાળાઓ તેમજ સંસ્થાઓના શૈક્ષણિક તથા બિન-શૈક્ષણિક સ્ટાફને મળવાપાત્ર રહેશે.
મે મહિનાના પગારમાં મળશે ‘બમ્પર’ એરિયર્સ
રાજ્ય સરકારના ઠરાવ મુજબ, આ વધારાનો અમલ મે-2026ના પગારથી જ કરી દેવામાં આવશે. એટલે કે મે મહિનાના પગારમાં (જે જૂન મહિનામાં ચૂકવાશે) કર્મચારીઓને જાન્યુઆરી-2026 થી એપ્રિલ-2026 સુધીના ચાર મહિનાના તફાવતની રકમ (એરિયર્સ) રોકડમાં ચૂકવવામાં આવશે. આમ, જૂન મહિનાની શરૂઆતમાં કર્મચારીઓના ખાતામાં મોટી રકમ જમા થશે.
આ પણ વાંચો: રાજ્ય સરકાર દ્વારા શ્રમિકો માટે LPG તેમજ ભોજનની કરાયેલ વ્યવસ્થા
આ પણ વાંચો: રાજ્ય સરકાર દ્વારા વહીવટીતંત્રમાં મોટો ફેરફાર
આ પણ વાંચો: વાહનોની ટાંકીમાં જ ઇંધણ પૂરી શકાશે, કેરબા કે બોટલમાં નહીઃ રાજ્ય સરકાર
