બહુ ચર્ચીત અને પોતાની જાતને કલકી ભગવાન કહેવડાવતા બાબાજીની કલગી આયકર વિભાગે વેર વિખેર કરી નાખી છે. બાબાજીની અનેક પ્રોર્ટીસ પર IT વિભાગે આક્રમણ(રેડ) કરીને કલકી આવતાર બાબ કેટલા કંગાળ છે તે શોધી કાઢ્યું છે. કલકી ભગવાનની ચેન્નઈ, હૈદરાબાદ, બેંગલુરુ, ચિત્તૂર અને કુપ્પમમાં વેલનેસ ગુરુનાં પુત્ર, કલ્કી ભગવાનની માલિકીની ‘વ્હાઇટ લોટસ’ની મિલકતો પર હાથ ધરાયેલી સર્ચ દરમિયાન ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે 44 કરોડની રોકડ, 20 કરોડનાં US ડોલર અને “ફક્ત” અઘઘઘ 90 કિલો સોનું જપ્ત કર્યું છે.
Income Tax Department seized Rs 44 crore in cash, Rs 20 crore worth USD and 90 kgs of gold during search conducted on properties of 'White Lotus' owned by son of Wellness Guru, Kalki Bhagwan in Chennai, Hyderabad, Bengaluru, Chittoor and Kuppam. pic.twitter.com/RuFTg2ppf6
— ANI (@ANI) October 21, 2019
કલકી ભગવાનની આટલી અમિરી જોઇને ભલભલા ભક્તોને ભગવાન દેખાય ગયા હશે, તો હવે લાગી રહ્યું છે કે કલકી ભગવાનને કારાવાસ જોવાનો સમય આવી ગયો છે. IT વિભાગ દ્વારા પાડવામાં આવેલા વ્યાપક દરોડામાં ભારતીય ચલણની સાથે સાથે અપાર જથ્થામાં રોકડા US ડોલર મળી આવતા ખુદ IT વિભાગ પણ ચોંકી ગયું હશે. આપને જણાવી દઇએ કે IT રેડમાં ભારતીય ચલણનો વિપુલ જથ્થો મળી આવવો સામાન્ય બાબત છે. ચલણનું સંગ્રહ કરવામાં આવ્યું હોવાથી જ તો IT રેડ કરે છે. પરંતુ ડોલરનો જથ્થો તો IT માટે પણ અચરજનો વિષય બની રહશે અને આ મામલે વિદેશી લીંકો પણ ઉજાગર થશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
