ચાર્જશીટ/ જામનગરમાં બાળકી પર દુષ્કર્મ કેસ મામલે પોલીસે પાંચ દિવસમાં જ ચાર્જશીટ ફાઇલ કરી

જામનગરના ઇતિહાસમાં પહેલીવાર  દુષ્કર્મ કેસમાં માત્ર પાંચ દિવસમાં પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દીધી છે. જામનગરમાં ચાર વર્ષની માસૂમ બાળકી પર નરાધમે દુષ્કર્મ ગુજાર્યો હતો

Top Stories Gujarat
charge sheet
  • જામનગરના ઇતિહાસમાં પાંચ દિવસમાં ચાર્જશીટ
  • ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મનો હતો મામલો
  • જધન્ય કૃત્યની ચાર્જશીટ પોલીસે કોર્ટમાં રજૂ કરી
  • FSL, ઇલેક્ટ્રોનિક પુરાવા ચાર્જશીટમાં રજૂ કરાયા
  • સાક્ષીઓના નિવેદનો સાથે ચાર્જશીટ કરાઇ રજૂ
  • આરોપી સર્જન ઉર્ફે સાજન સામે ચાર્જશીટ કરાઇ
  • પાંચ દિવસમાં ચાર્જશીટ રજૂ કરતી જામનગર પોલીસ

charge sheet: જામનગરના ઇતિહાસમાં પહેલીવાર  દુષ્કર્મ કેસમાં માત્ર પાંચ દિવસમાં પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દીધી છે. જામનગરમાં ચાર વર્ષની માસૂમ બાળકી પર નરાધમે દુષ્કર્મ ગુજાર્યો હતો તેને પોલીસે ગણતરીના સમયમાં જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો. આ કેસમાં પોલીસે પાંચ જ દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી. આ નરાધમનો કેસ લડવાની પણ જામનગરના વકીલ એસોશિએશને ના પાડિ દીધી છે.

ઉલ્લેખનીય છે કે જામનગરના ઇતિહાસમાં પહેલીવાર પોલીસે પાંચ દિવસમાં કોર્ટ સમક્ષ ચાર્જશીટ (charge sheet) પૂરી પાડિને  આરોપીને સખત સજા થાય તે માટે અસરકારક કાર્યવાહી કરી છે .નોંધનીય છે કે જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતી ચાર વર્ષની માસૂમ બાળકી પર સાજન જંગ બહાદુર નેપાળીએ દુષ્કર્મ ગુજાર્યું હતું. પોલીસે આરોપી સામે દુષ્કર્મ અને પોક્સો એક્ટની કલમ હેઠલ ગુનો નોંધી ધરપકડ કરી હતી.જામનગરમાં આ દુષ્કર્મની ઘટનાથી સમગ્ર શહેરના નાગરિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને આરોપીને ફાંસીની સજા થાય તેની માંગણી પણ કરવામાં આવી રહી છે.

આ કેસ ટોક ઓફ ધ સ્ટેટ બની જતા જામનગરના પોલીસ વડાએ વહેલીતકે ચાર્જશીટ ફાઇલ થાય તેવા કડક નિર્દેશ આપ્યા હતા.  જામનગર પોલીસ દ્વારા આ મામલાની તપાસ માટે અલગ અલગ ટીમો બનાવી તમામ પુરાવાઓ એકત્ર કર્યા હતા. પોલીસે જરુરી નિવેદનો અને સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યા હતા. આરોપી ઝડપાયાના પાંચ જ દિવસમાં જામનગર પોલીસે ચાર્જશીટ ફાઈલ કરી છે.  ચાર વર્ષની માસૂમ બાળકી પર બનેલી ચકચારી ઘટનાના પગલે નરાધમ પર ફીટકાર વરસી રહ્યો છે. જામનગરના વકીલ મંડળ દ્વારા પણ આરોપી પક્ષે કેસ નહીં લડવાનો નિર્ણય કર્યો હતો.

દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ઠંડીનો ચમકારો યથાવત, હવામાન વિભાગે આપી આ ચેતવણી

IND vs SL 2nd T20/શ્રીલંકાએ બીજી T-20માં ભારતને 16 રને હરાવીને શ્રેણી 1-1થી બરાબર કરી