સુરત/ સચિનમાં ગેસ સિલિન્ડર લીકેજ હોવાના કારણે બ્લાસ્ટ,પિતા – પુત્ર આગમાં દાઝ્યા

સુરતના સચિન વિસ્તારમાં ફ્લેશ ફાયરની વધુ એક ઘટના સામે આવી છે.ગેસ સિલિન્ડર લીકેજ હોવાના કારણે બ્લાસ્ટ થયો હતો.

Gujarat Top Stories Surat
YouTube Thumbnail 11 2 સચિનમાં ગેસ સિલિન્ડર લીકેજ હોવાના કારણે બ્લાસ્ટ,પિતા - પુત્ર આગમાં દાઝ્યા
  • સુરતના સચિનમાં ગેસ સિલિન્ડર લીકેજ થતાં બ્લાસ્ટ થયો
  • રસોઈ બનાવી રહેલા પિતા અને રૂમમાં સુતેલ પુત્ર દાજયા
  • પિતા એમ્બ્રોડરીના ખાતામાં કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતના સચિન વિસ્તારમાં ફ્લેશ ફાયરની વધુ એક ઘટના સામે આવી છે. ગેસ સિલિન્ડર લીકેજ હોવાના કારણે બ્લાસ્ટ થયો હતો. રસોઈ બનાવી રહેલા પિતા અને રૂમમાં સૂતેલો એનો પુત્ર આગમાં દાઝી ગયા હતા. ગંભીર રીતે દાઝેલા પિતા પુત્રને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર મૂળ ઉત્તરપ્રદેશ અને સચિન વિસ્તારમાં આવેલી પુષ્કરનગર સોસાયટીમાં 50 વર્ષીય દેશરાજ છોટેલાલ પાસવાન દીકરા રાજકુમાર સાથે રહે છે. અન્ય પરિવાર વતનમાં રહે છે. બંને પિતા પુત્ર એમ્બ્રોઈડરીના કારખાનામાં હેલ્પર તરીકે કામ કરી ગુજરાન ચલાવે છે. આજે વહેલી સવારે એમ્બ્રોડરી ના ખાતામાં કામ કરતા પિતા સવારે ભોજન કરવા માટે ગેસ સળગાવતા જ બ્લાસ્ટ થયો હતો. જેથી પિતા ખૂબ જ ગંભીર રીતે દાઝી હતા હતા. જ્યારે સૂતેલો પુત્ર પણ ગંભીર રીતે દાઝી ગયો હતો.

Surat News blast While cooking 1 સચિનમાં ગેસ સિલિન્ડર લીકેજ હોવાના કારણે બ્લાસ્ટ,પિતા - પુત્ર આગમાં દાઝ્યા

બ્લાસ્ટના બનાવથી ઘરના દરવાજા ઉખેડીને ફેંકાય ગયા હતા અને બારીઓ પણ તૂટી ગઈ હતી. બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળતા ઘરના કપડા અને સામાન પણ બળી ગયા હતા. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે, પાડોશીઓ ડરના માર્યા બહાર દોડી ગયા હતા. 108ની મદદથી પિતા અને પુત્ર બન્નેને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં બંનેને તાત્કાલિક દાખલ કરી દેવામાં આવ્યા છે અને બંનેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: