ધરપકડ/ મની લોન્ડરીંગ કેસમાં EDની મોટી કાર્યવાહી, જેટ એરવેઝના ચેરમેન નરેશ ગોયલની ધરપકડ

મની લોન્ડરીંગ કેસમાં EDની મોટી કાર્યવાહી, જેટ એરવેઝના ચેરમેન નરેશ ગોયલની ધરપકડ કરવામાં આવી છે 

Top Stories India
11 મની લોન્ડરીંગ કેસમાં EDની મોટી કાર્યવાહી, જેટ એરવેઝના ચેરમેન નરેશ ગોયલની ધરપકડ
  • મની લોન્ડરીંગ કેસમાં ઇડીની મોટી કાર્યવાહી
  • જેટ એરવેઝના ચેરમેન નરેશ ગોયલની ધરપકડ
  • 538 કરોડના બેંક ગોટાળામાં નરેશ ગોયલની પૂછપરછ
  • પૂછપરછ બાદ નરેશ ગોયલની ધરપકડ કરાઇ
  • ઈડી આવતીકાલે કોર્ટમાં રજૂ કરી મેળવશે રિમાન્ડ

મની લોન્ડરીંગ કેસમાં EDની મોટી કાર્યવાહી, જેટ એરવેઝના ચેરમેન નરેશ ગોયલની ધરપકડ કરવામાં આવી છે.મની લોન્ડરીંગ કેસમાં જેટ એરવેઝના ફાઉન્ડર નરેશ ગોયલની બેંક ગાેટાળામાં પૂછપરછ ચાલી રહી હતી.ઇડીએ 538 કરોડના ગોટાળાને લઇને આજે નરેશ ગોયલની સત્તાવાર રીતે ધરપકડ કરી છે. આ કૌભાંડ મામલે ઇડીએ નરેશ ગોયલની સઘન તપાસ હાથ ધરી હતી જેના અનુસંધાનમાં આજે ઇડીએ તેમની ધરપકડ કરી લીધી છે.ઇડી આવતીકાલે  નરેશ ગોયલને કોર્ટમાં રજૂ કરશે અને વધુ પુછપરછ માટે રિમાન્ડ માંગશે

ઉલ્લેખનીય છે કે74 વર્ષીય ગોયલને શનિવારે મુંબઈની સ્પેશિયલ પીએમએલએ કોર્ટમાં રજૂ કરવામાં આવે તેવી અપેક્ષા છે, જ્યાં ઇડી તેની કસ્ટડી માંગશે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. કેનેરા બેંકમાં કથિત રૂ. 538 કરોડની છેતરપિંડી મામલે જેટ એરવેઝ, ગોયલ, તેમની પત્ની અનિતા અને કંપનીના કેટલાક ભૂતપૂર્વ અધિકારીઓ વિરુદ્ધ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) FIRમાંથી મની લોન્ડરિંગનો કેસ બહાર આવ્યો છે.બેંકની ફરિયાદ પર FIR દાખલ કરવામાં આવી હતી જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેણે જેટ એરવેઝ (ઈન્ડિયા) લિમિટેડ (JIL)ને રૂ. 848.86 કરોડની લોન મંજૂર કરી હતી, જેમાંથી રૂ. 538.62 કરોડ બાકી છે.