Not Set/ બીજે બધે નહિ પણ બંગાળમાં પેટાચૂંટણી, કારણ શું ?

મમતા દીદીની વાત માની લીધી કે પછી તેમને કદ પ્રમાણે વેંતરી નાખવા ભાજપે વ્યૂહ ઘડ્યો ? વિશ્લેષકોમાં ચર્ચાતો મૂદ્દો

India Trending
Mamata Benerjee બીજે બધે નહિ પણ બંગાળમાં પેટાચૂંટણી, કારણ શું ?

પશ્ચિમ બંગાળની ત્રણ બેઠકો ભવાનીપુર, સમશેરગંજ અને જાંગીરપુર એ ત્રણ બેઠકોની પેટાચૂંટણીની તારીખ જાહેર થઈ છે. આ પેટાચૂંટણી ૩૦મી સપ્ટેમ્બરે એટલે કે ચાલુ મહિનાના છેલ્લા દિવસે યોજાશે. ચૂંટણીના પ્રચાર માટે માત્ર ૨૨ દિવસનો સમય રહેશે. આ ત્રણેય પેટાચૂંટણીની મતગણતરી ત્રીજી ઓકટોબરે થશે અને ત્યારબાદ તેના પરિણામની જાહેરાત થશે. આખા ભારતમાં ૯ રાજ્યોની વિધાનસભાની ૩૪ બેઠકો ખાલી હતી તેમાંથી માત્ર ત્રણ જ બેઠકોની પેટાચૂંટણી જાહેર થઈ છે. આ ત્રણેય બેઠકો પશ્ચિમ બંગાળની છે અને તેમાંય ભવાનીપુરની બેઠક તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીની પ્રણાલિકાગત બેઠક છે. ત્રણ માસ પહેલા યોજાયેલી પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ૨૯૪ પૈકી ૨૧૩ બેઠકો મેળવી મમતા બેનરજીના પક્ષે સત્તા તો મેળવી પરંતુ મમતા દીદીને પોતે નંદી ગ્રામની બેઠક પર છેક છેલ્લી ઘડીએ અને છેલ્લા રાઉન્ડમાં પોતાના જ જુના સાથીદાર સુવેન્દુ અધિકારી સામે ૧૯૦૦ મતે હારી ગયા. આ ચૂંટણી પ્રશ્ને રીટ પણ થઈ છે. મમતા બેનરજીએ જાે મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેવું હોય તો પાંચમી નવેમ્બર પહેલા ચૂંટાવું પડે. આ માટે થોડા સમય પહેલા ટીએમસી સાંસદોનું પ્રતિનિધિ મંડળ દિલ્હી ખાતે ચૂંટણી કમિશ્નરને મળી બંગાળમાં હવે કોરોનાનો કહેર ઘટ્યો ત્યારે પેટાચૂંટણી યોજવા માંગણી કરી હતી.

jio next 5 બીજે બધે નહિ પણ બંગાળમાં પેટાચૂંટણી, કારણ શું ?

હવે માત્ર ત્રણ પેટાચૂંટણીની જાહેરાત થઈ તે માટે રાજકીય પક્ષો પોતાની રીતે ગણિત ગણી રહ્યા છે. ગુણાકાર અને ભાગાકાર કે સરવાળા બાદબાકી કરી રહ્યા છે. ભવાનીપુરની બેઠક પર ચૂંટાયેલા ટીએમસીના ધારાસભ્યે રાજીનામું આપીને પોતાની બેઠક ખાલી કરી આપી હતી. હવે આ બેઠક પર મમતા બેનરજી પોતે ચૂંટણી લડશે તે નક્કી છે.

CM મમતા બેનર્જી PM મોદી
દેશમાં ૩૧ બેઠકોની પેટાચૂંટણી કોરોનાનું બહાનું આપી ન યોજવી અને પશ્ચિમ બંળની ત્રણ બેઠકોની પેટા ચૂંટણી યોજવાના નિર્ણયને દરેક વિશ્લેષકો પોતાની રીતે મૂલવી રહ્યા છે. મમતા બેનરજી સામે ભાજપને અને તેના ભક્તોને ખૂબ વાંધો છે.હિંસાખોરી સહિતના મુદ્દા ઓઅને મમતાદીદીના સાંસદ ભત્રીજા અભિષેક બેનરજી અને તેમના પત્નીને ઈડીએ પુછપરછ માટે બોલાવ્યા અને ત્યારબાદ મમતા બેનરજીએ તપાસ એજન્સીઓના કેન્દ્ર સરકાર દ્વારા પોતાના રાજકીય વિરોધીઓ સામે દુરૂપયોગ થયાનો જે આક્ષેપ થયો અને આ પ્રશ્ને ટીવી ચેનલો પરની ચર્ચા દરમિયાન ભાજપ અને ટીએમસીના પ્રવક્તાઓ વચ્ચે જે શાબ્દિક યુદ્ધ ખેલાયું ત્યારબાદ એમ લાગતું હતું કે ચૂંટણીપંચ પર વગ વાપરી પેટાચૂંટણી ન કરી પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીને રાજીનામું આપવું પડે તેવી સ્થિતિનું સર્જન કરશે પરંતુ આવું બન્યું નથી તે હકિકત છે.

મમતા બીજે બધે નહિ પણ બંગાળમાં પેટાચૂંટણી, કારણ શું ?

પશ્ચિમ બંગાળના બેથી ત્રણ અખબારોએ આ બાબતની નોંધ લેતા લખ્યું છે કે પશ્ચિમ બંગાળમાં મમતા દીદીની લોકપ્રિયતા ઘટી નથી. હિંસાખોરીની વાત પશ્ચિમ બંગાળના લોકોને ગળે ઉતરી નથી. ઘણા બંગાળી વિશ્લેષકો પણ કહે છે કે બે પક્ષના કાર્યકરો વચ્ચે અથડામણ થાય તેને ચૂંટણી હિંસામાં ખપાવવાનું ગણિત કદાચ બીજા રાજ્યોમાં સફળ થતું હશે પરંતુ પશ્ચિમ બંગાળમાં સફળ થયું નથી. કારણ કે ત્યાં તો આઝાદી મળી ત્યારથી દરેક ચૂંટણીમાં આવી હિંસાઓ થતી જ રહે છે. આ હિંસાખોરીના કારણે ક્યારેય કોઈ પક્ષને મોટો ફાયદો થયો નથી. પહેલા કોંગ્રેસનું શાસન અને ૧૯૭૭થી ૨૦૧૧ સુધી ડાબેરીઓનું શાસન અને હવે ૨૦૧૧થી ૨૦૨૧ સુધી ટીએમસીનું શાસન આ વાતનો પુરાવો છે. ઘણા વિશ્લેષકો માને છે કે પશ્ચિમ બંગાળની ત્રણ બેઠકોની ચૂંટણી તો મમતા બેનરજી અને પશ્ચિમ બંગાળની પ્રજાના દબાણના કારણે યોજવી પડી છે. એક વિશ્લેષકે તો પોતાની કટારમાં એમ પણ લખ્યું છે કે ૩૧ બેઠકોની પેટાચૂંટણી ન યોજાય અને બાકીની ત્રણ બેઠકોની ચૂંટણી યોજાય અને તે ત્રણેય બેઠકો પશ્ચિમ બંગાળની હોય તેનો સીધો અર્ત એ કે ચૂંટણી પંચ પાસે ટીએમસીના પ્રતિનિધિ મંડળે કરેલી રજૂઆત માન્ય રાખવી પડી છે. આ માટેનું કારણ ખાસ બંધારણિય પરિસ્થિતિ એવો શબ્દ પ્રયોગ થયો છે. ખાસ બંધારણીય પરિસ્થિતિનો અર્થ એ થાય કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી ચૂંટણી લડી જીતી મુખ્યમંત્રી પદે ચાલુ રહી શકે તે જ છે.

mamata 2 બીજે બધે નહિ પણ બંગાળમાં પેટાચૂંટણી, કારણ શું ?

એક વિશ્લેષકે તો એવું તારણ પણ કાઢ્યું છે કે પશ્ચિમ બંગાળમાં પેટા ચૂંટણી યોજાશે અને મમતા બેનરજી સહિતના ટીએમસીના ત્રણેય ઉમેદવારોને હરાવવા માટે ભાજપ પોતાની તમામ તાકાત કામે લગાડશે. મમતા બેનરજીએ તાજેતરમાં વિપક્ષી એકતા માટે જે પ્રયાસ શરૂ કર્યા છે તેના કારણે ડાબેરીઓ કે કોંગ્રેસ તેમની સામે પોતાનું અસ્તિત્વ સાબિત કરવા ચૂંટણી તો લડશે જ. પરંતુ તેઓ નબળા ઉમેદવારો મૂકી મમતા બેનરજીને આડકતરી મદદ કરી શકે છે.

mamata 1 બીજે બધે નહિ પણ બંગાળમાં પેટાચૂંટણી, કારણ શું ?

ચૂંટણી પરિણામો બાદ મુકુલ રોય સહિત ચાર ધારાસભ્યોએ ઘરવાપસી કરી છે. સુવેન્દુ અધિકારી બાબતમાં ભાજપને હવે એ વાતનો ખ્યાલ આવી ગયો છે કે સુવેન્દુ નંદીગ્રામની પોતાની બેઠક માત્ર ૧૯૦ મતે માંડ જાળવી શક્યા છે. તેઓ કઈ રીતે ત્યાં જીત્યા તે તેમનું જ મન જાણતું હશે. આસપાસની ૨૬ બેઠકો ટીએમસીને જ મળી છે. સુુવેન્દુ અધિકારીના પિતા અને ભાઈ જે બેઠકના સાંસદ છે તે વિસ્તારની ૧૪ પૈકી માત્ર એક જ બેઠક ભાજપને મળી છે. આમ છતાં તેઓ મમતાદીદી સામે લડત આપી શકે તેવા નેતા તરીકે સવેન્દુને વિપક્ષના નેતા મોદી – શાહની જાેડીએ બનાવ્યા છે. પશ્ચિમ બંગાળની પેટાચૂંટણીના પ્રચારમાં પણ ત્રણથી ચાર કેન્દ્રીય પ્રધાનો ઉતરી પડે તો કોઈને આશ્ચર્ય નહિ થાય. અમીત શાહ નવા દાવ ખેલશે તે પણ નક્કી જ છે. આ સંજાેગો વચ્ચે મમતા બેનરજીને ચૂંટણી જીતવા સંઘર્ષ તો કરવો જ પડશે. ઘણા વિશ્લેષકો કહે છે તે પ્રમાણે પશ્ચિમ બંગાળની આ પેટાચૂંટણી કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેની આરપારની લડાઈ જેવી પણ બની રહે તો કોઈને આશ્ચર્ય નહિ થાય.

123 109 બીજે બધે નહિ પણ બંગાળમાં પેટાચૂંટણી, કારણ શું ?
મમતા બેનરજી પણ ભવાનીપુરની બેઠક પર ચોક્કસ પ્રકારના ગેઈમપ્લાન સાથે મેદાનમાં ઉતરશે. આ બેઠક ટીએમસીના રાજીનામું આપનાર ધારાસભ્ય પણ ૪૦ હજાર કરતાં વધુ મતે જીત્યા હતાં. આ સંજાેગોમાં કેટલાક વિશ્લેેષકો કહે છે તે પ્રમાણે પશ્ચિમ બંગાળમાં આ જંગમાં મમતા બેનરજીને તોતીંગ બહુમતી સાથે જીતવી પડે તો જ તેનો મુખ્યમંત્રી તરીકેનો વટ રહે તેમ છે.

વિશ્લેષણ / ચૂંટણી ટાણે રાજકારણીઓ ખેલે છે અનેક ખેલ!!

ગણેશોત્સવ / લોકમાન્ય તીલકે આઝાદીના જંગ સમયે લોકજાગૃતિ માટે ગણેશોત્સવ શરૂ કરાવ્યો હતો

વિશ્લેષણ / ટીમ વાડેકરના વિજયનું વિરાટ સેનાએ પુનરાવર્તન કર્યું

ગણેશ ચતુર્થી / વિઘ્નહર્તા ગણેશજીનો ઉત્સવ વિઘ્નરૂપ ન બને તો સારું.