ઝડપાયા/ દિલ્હી એરપોર્ટ પરથી સોનાની દાણચોરી કરનાર બે તસ્કરો પકડાયા,ઇન્ડિય મુજાહિદ સાથે નીકળ્યું કનેકશન

કસ્ટમ વિભાગે દિલ્હી એરપોર્ટ પરથી સોનાની દાણચોરી કરવા બદલ બે લોકોની ધરપકડ કરી છે. આરોપીઓની ઓળખ કાકુ તૌફિક અને હયાન કોલા તરીકે થઈ છે.

Top Stories India
10 દિલ્હી એરપોર્ટ પરથી સોનાની દાણચોરી કરનાર બે તસ્કરો પકડાયા,ઇન્ડિય મુજાહિદ સાથે નીકળ્યું કનેકશન

કસ્ટમ વિભાગે દિલ્હી એરપોર્ટ પરથી સોનાની દાણચોરી કરવા બદલ બે લોકોની ધરપકડ કરી છે. આરોપીઓની ઓળખ કાકુ તૌફિક અને હયાન કોલા તરીકે થઈ છે. કાકુની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. તપાસમાં જાણવા મળ્યું કે તે ઈન્ડિયન મુજાહિદ્દીનના સંસ્થાપક રિયાઝ ભટકલનો સાળો છે. કસ્ટમ વિભાગે આ કેસની તપાસ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને સોંપી દીધી છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે તૌફિક આતંકવાદી ગતિવિધિઓ માટે સોનાની દાણચોરી કરતો હતો. દિલ્હી પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. કસ્ટમ વિભાગને ગુપ્ત માહિતી મળી હતી કે સોનાનો દાણચોર તૌફિક દિલ્હી એરપોર્ટ પર પહોંચવાનો છે. માહિતીના આધારે તપાસ દરમિયાન તૌફિક સહિત બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે તે રિયાઝ ભટકલનો સાળો છે.

હવે પોલીસ તેની પાસેથી ઈન્ડિયન મુજાહિદ્દીન અને અન્ય આતંકવાદી ગતિવિધિઓની માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, તૌફિક કર્ણાટકના ભટકલનો રહેવાસી છે. દિલ્હી પોલીસ ભટકલ પહોંચી ગઈ છે, જ્યાં પોલીસે તૌફિકની પત્ની વશિકની પણ પૂછપરછ કરી છે. સૂત્રોનું માનીએ તો તેણે પોલીસને જણાવ્યું કે રિયાઝ ભટકલ, યાસિન ભટકલ અને ઈકબાલ ભટકલ તેના ભાઈઓ છે.

અત્યાર સુધીની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે બંને મુંબઈમાં કોઈના સંપર્કમાં છે. તેની પાસેથી નકલી ડ્રાઇવિંગ લાઇસન્સ મળી આવ્યું છે. આ એક સંવેદનશીલ મામલો હોવાને કારણે પોલીસ હાલમાં આ મામલે વધુ માહિતી શેર કરી રહી નથી. પોલીસના જણાવ્યા અનુસાર, તે અન્ય કોના સંપર્કમાં છે અને તે શું કરવાની યોજના ધરાવે છે તેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસને શંકા છે કે આરોપીઓ આતંકવાદી હુમલો કરવા માટે સોનાની દાણચોરી કરતા હતા.