Not Set/ એસીનું ટેમ્પરેચર 24-26 ડીગ્રી રાખવું પડશે, સરકાર આપશે આદેશ

નવી દિલ્હી, ઊર્જા પ્રધાન આર કે સિંહે શુક્રવારે જણાવ્યું હતું કે, સરકાર થોડા મહિનાઓમાં એસીના ડિફોલ્ટ તાપમાનને 24 ડિગ્રી પર સેટ કરવાનો આદેશ આપી શકે છે. તેમણે એવું પણ કહ્યું કે, તેમની એસી બનાવતી કંપનીઓ સાથે પણ આ મુદ્દે એક મીટિંગ થઇ ચૂકી છે. તેમાં એસી કંપનીઓ તરફથી એવી ભલામણ કરવામાં આવી છે કે એસીના તાપમાનને ડિફોલ્ટ 24-26 ડિગ્રી પર સેટ […]

India
Split Ac એસીનું ટેમ્પરેચર 24-26 ડીગ્રી રાખવું પડશે, સરકાર આપશે આદેશ

નવી દિલ્હી,

ઊર્જા પ્રધાન આર કે સિંહે શુક્રવારે જણાવ્યું હતું કે, સરકાર થોડા મહિનાઓમાં એસીના ડિફોલ્ટ તાપમાનને 24 ડિગ્રી પર સેટ કરવાનો આદેશ આપી શકે છે. તેમણે એવું પણ કહ્યું કે, તેમની એસી બનાવતી કંપનીઓ સાથે પણ આ મુદ્દે એક મીટિંગ થઇ ચૂકી છે. તેમાં એસી કંપનીઓ તરફથી એવી ભલામણ કરવામાં આવી છે કે એસીના તાપમાનને ડિફોલ્ટ 24-26 ડિગ્રી પર સેટ કરવાથી વીજળીનું બિલ તો ઘટશે જ તેની સાથે યુઝર્સના હેલ્થ પર પણ નકારાત્મક અસર નહિ પડે. પાવર મિનિસ્ટરના જણાવ્યા અનુસાર, એક ડિગ્રી તાપમાન વધવાથી આશરે 6 ટકા વીજળીની બચત થઇ શકે છે.

સરકાર લાવી રહી છે નવો નિયમ

આગામી સમયમાં ઘર હોય કે ઓફીસ એસીનુ તાપમાન ૨૪ ડિગ્રીથી નીચે રાખી શકાશે નહીં. સરકાર આ માટે એક વૈકલ્પિક નિયમ બનાવવા જઈ રહી છે. ઊર્જા મંત્રાલય એસી માટે લઘુત્તમ ટેમ્પરેચર ૨૪ ડિગ્રી નક્કી કરશે. સરકારે એસીમાં વપરાતી વીજળીનો ખર્ચ ઘટાડવાના ઉદ્દેશ્યના પગલે આ નિર્ણય કર્યો છે.

માનવામાં આવી રહ્યુ છે કે, સરકારના આ નિર્ણયથી લગભગ ૨૦ અબજ યુનિટની વાર્ષિક બચત થશે. સરકારના આ નિર્ણય બાદ એસી માટે ૨૪ ડિગ્રી સેલ્સિયસ તાપમાન ડિફોલ્ટ સેટીંગ થઈ જશે. એટલે કે તમે જ્યારે પણ એસી ચાલુ કરશો ત્યારે એસી ૨૪ ડિગ્રીથી સ્ટાર્ટ થશે.

સરકારની ગાઈડલાઈનમાં જણાવાયુ છે કે, શરીર માટે ૨૪ ડિગ્રી તાપમાન એકદમ યોગ્ય છે. જે વ્યક્તિના શારીરિક અને આર્થિક રીતે પરવડે તેમ છે. સરકારે અત્યારે તમામ એસી મેન્યુફેક્ચરીંગ યુનિટોને આ નવો નિયમ લાગુ કરવા જણાવ્યુ છે. પહેલા ૪થી ૫ મહિના સુધી આ નિયમ વૈકલ્પિક રીતે લાગુ રહેશે. ત્યારબાદ તે તમામ માટે ફરજીયાત કરી દેવામાં આવશે.

ઊર્જા મંત્રી આરકે સિંહે જણાવ્યુ હતું કે, શરીરનુ તાપમાન સામાન્ય રીતે ૩૬થી ૩૭ ડિગ્રી હોય છે. પરંતુ મોટાભાગની કોમર્શિયલ ઓફિસ, રેસ્ટોરન્ટ, હોટલમાં એસીનુ તાપમાન ૧૮થી ૨૧ ડિગ્રી વચ્ચે રખાતુ હોય છે, જે તદ્દન બિનજરુરી છે.

સિંહના જણાવ્યા મુજબ એસીનુ તાપમાન ૧ ડિગ્રી વધારવાથી વીજળીના વપરાશમાં ૬ ટકાની બચત થાય છે. જો તેને ૧૮ ડિગ્રીથી વધારી ૨૪ ડિગ્રી કરાય તો વાર્ષિક ૨૦ અબજ યુનિટ વીજળીની બચત થઈ શકે તેમ છે.