Not Set/ પુરુષો માટે લગ્નની ઉંમર ઘટાડવામાં આવે : વિધિ આયોગ

દેશ સમાન નાગરિક સંહિતા માટે રાહ જોઈ શકે છે, પરંતુ મહિલાઓ અને પુરુષો માટે લગ્નની ન્યુનત્તમ કાયદાકીય ઉંમર સમાન હોવી જોઈએ. આ સુઝાવ વિધિ આયોગ એ આપ્યો છે. આયોગે કહ્યું કે મહિલાઓ અને પુરુષો માટે લગ્નની ન્યુનત્તમ કાયદાકીય ઉંમર સમાન હોવી જોઈએ. વયસ્કો વચ્ચે લગ્ન ની અલગ-અલગ ઉંમરની વ્યવસ્થાને ખતમ કરવામાં આવવી જોઈએ. હકીકતમાં અલગ-અલગ કાયદા હેઠળ, […]

Top Stories India
Indian Wedding 1 પુરુષો માટે લગ્નની ઉંમર ઘટાડવામાં આવે : વિધિ આયોગ

દેશ સમાન નાગરિક સંહિતા માટે રાહ જોઈ શકે છે, પરંતુ મહિલાઓ અને પુરુષો માટે લગ્નની ન્યુનત્તમ કાયદાકીય ઉંમર સમાન હોવી જોઈએ. આ સુઝાવ વિધિ આયોગ એ આપ્યો છે. આયોગે કહ્યું કે મહિલાઓ અને પુરુષો માટે લગ્નની ન્યુનત્તમ કાયદાકીય ઉંમર સમાન હોવી જોઈએ. વયસ્કો વચ્ચે લગ્ન ની અલગ-અલગ ઉંમરની વ્યવસ્થાને ખતમ કરવામાં આવવી જોઈએ.

Untitled 696x456 e1535796723815 પુરુષો માટે લગ્નની ઉંમર ઘટાડવામાં આવે : વિધિ આયોગ

હકીકતમાં અલગ-અલગ કાયદા હેઠળ, લગ્ન માટે મહિલાઓ અને પુરુષોની લગ્નની કાયદાકીય ઉંમર ક્રમશ: 18 અને 21 વર્ષ છે. પરિવાર કાયદામાં સુધાર પર પરામર્શ પત્રમાં આયોગે કહ્યું કે જો પુખ્ત હોવાની સર્વભૌમિક ઉંમરની માન્યતા છે, જે બધા નાગરિકોને સરકાર પસંદ કરવાનો અધિકાર આપે છે, તો નિશ્ચિત રૂપે એમને જીવનસાથી પસંદ કરવા માટે સક્ષમ સમજવા જોઈએ.

પુખ્ત થવાની ઉંમર(18 વર્ષ)ને ભારતીય બાલિક અધિનિયમ 1875 હેઠળ મહિલાઓ અને પુરુષો બંને માટે લગ્નની કાયદાકીય ઉંમરના રૂપે માન્યતા મેળવી જોઈએ. પત્રમાં કહેવામાં આવ્યું છે કે પતિ અને પત્ની માટે ઉંમરમાં અંતર કોઈ કાયદાકીય આધાર નથી. કારણ કે લગ્ન કરી રહેલા બંને લોકો દરેક રીતે સમાન છે.

sudovi e1535796743578 પુરુષો માટે લગ્નની ઉંમર ઘટાડવામાં આવે : વિધિ આયોગ

આયોગે દ્રષ્ટિકોણ જાહેર કર્યો કે મહિલાઓ અને પુરુષોની લગ્નની ઉંમરમાં અંતર રાખવું એ વાતમાં યોગદાન આપે છે કે પત્નીઓ પતિ કરતા નાની હોવી જોઈએ.

વિધિ આયોગે સમાન નાગરિક સંહિતા ને લઈને કહ્યું કે હાલ દેશમાં આની જરૂર નથી. જણાવી દઈએ કે સમાન નાગરિક સંહિતા મોદી સરકારના એજન્ડામાં સામેલ રહ્યું છે. એવામાં આયોગનું આ નિવેદન મોદી સરકાર માટે એક ઝટકા સમાન છે.