Not Set/ U-19 વર્લ્ડ ચેમ્પિયન ટીમમાં આ ગુજ્જુ ખેલાડીની પણ રહી બોલબાલા, જુઓ

ન્યુઝીલેન્ડમાં રમાઈ રહેલા અંદર-૧૯ વર્લ્ડકપની ફાઈનલમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ૮ વિકેટે હરાવી ચોથીવાર આ ખિતાબ પોતાના નામે કર્યો છે. વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ભારતીય ટીમ તરફથી ઓપનર મનજોત કાલરાએ શાનદાર સદી ફટકારી ભારતને ઐતિહાસિક જીત અપાવી હતી. વર્લ્ડકપ દરમિયાન કેપ્ટન પૃથ્વી શો, શુભમાન ગીલ, ઝડપી બોલર ઇશાન પોરેલ, કમલેશ નાગરકોટી ઉપરાંત ગુજરાતી ક્રિકેટર અને વિશ્વવિજેતા ટીમના વિકેટ […]

Top Stories
Harvik Desai of India batting U-19 વર્લ્ડ ચેમ્પિયન ટીમમાં આ ગુજ્જુ ખેલાડીની પણ રહી બોલબાલા, જુઓ

ન્યુઝીલેન્ડમાં રમાઈ રહેલા અંદર-૧૯ વર્લ્ડકપની ફાઈનલમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ૮ વિકેટે હરાવી ચોથીવાર આ ખિતાબ પોતાના નામે કર્યો છે. વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ભારતીય ટીમ તરફથી ઓપનર મનજોત કાલરાએ શાનદાર સદી ફટકારી ભારતને ઐતિહાસિક જીત અપાવી હતી. વર્લ્ડકપ દરમિયાન કેપ્ટન પૃથ્વી શો, શુભમાન ગીલ, ઝડપી બોલર ઇશાન પોરેલ, કમલેશ નાગરકોટી ઉપરાંત ગુજરાતી ક્રિકેટર અને વિશ્વવિજેતા ટીમના વિકેટ કીપર હાર્વિક દેસાઈ પણ ખુબ ચર્ચામાં રહ્યો હતો અને દુનિયાભરમાં આ ખેલાડીની નોંધ લેવામાં આવી હતી.

ગુજ્જુ ક્રિકેટર હાર્વિક ભાવનગરનો રહેવાસી છે.

વર્લ્ડકપની ફાઈનલ મેચમાં અણનમ ૪૭ રન ફટકારી ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં મહત્વનો ફાળો ભજવનાર હાર્વિક દેસાઈ મૂળ ગુજરાતના ભાવનગરનો રહેવાસી છે. હાર્વિકે નાનપણથી જ પોતાનું જીવન ક્રિકેટને સમર્પિત કરી દીધુ છે.

download 3 U-19 વર્લ્ડ ચેમ્પિયન ટીમમાં આ ગુજ્જુ ખેલાડીની પણ રહી બોલબાલા, જુઓ

માત્ર બે વર્ષનો હતો ત્યારથી જ તે ક્રિકેટ રમી રહ્યો છે.

હાર્વિકના પિતરાઈ ભાઈ કાર્તિક દેસાઈએ જણાવ્યું હતું કે, “તે બે વર્ષનો હતો ત્યારથી જ તેને ક્રિકેટ રમવામાં રસ હતો. તેને ભણવામાં રસ હતો પણ તે હંમેશા કહેતો કે મારે રમવુ છે.” હાર્વિકનો પરિવાર ભાવનગરમાં જોઈન્ટ ફેમિલીમાં રહે છે. હાર્વિકથી ૧૦ વર્ષ મોટા કાર્તિકે પહેલેથી જ હાર્વિકમાં ક્રિકેટનો કીડો છે એ વાત પારખી લીધી હતી.

CM વિજય રુપાણીએ ગુજ્જુ ક્રિકેટરને પાઠવી શુભકામનાઓ

ભારતની અંડર-૧૯ ક્રિકેટ ટીમના વિકેટ કીપર હાર્વિક દેસાઈએ ફાઈનલ મેચમાં ૪૭ અણનમ રન ફટકાર્યા હતા અને મનજોત કાલરા સાથે ભાગીદારી નોંધાવી ભારતીય ટીમને ઐતિહાસિક જીત અપાવી હતી. ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ હાર્વિકના વખાણ કર્યા હતા અને ટ્વીટ કરીને તેને અભિનંદન પાઠવ્યા હતા.

હાર્વિકના પિતા પણ હતા ક્રિકેટર

હાર્વિકના પિતા મનીષ દેસાઈ પણ થોડા સમય માટે ક્રિકેટ રમ્યા હતા. તેઓ પણ પુત્રની જેમ વિકેટ કીપર અને બેટ્સમેન હતા. તેમણે જ્યારે તેમના પુત્રને ક્રિકેટમાં રસ છે તે જાણ્યું ત્યારે તેનો દાખલો ભાવનગરના ભરુચા ક્રિકેટ ક્લબમાં લઈ લીધો હતો. હાર્વિક તે સમયે માત્ર છ જ વર્ષનો હતો. તે પહેલેથી જ ક્રિકેટને ખૂબ જ સમર્પિત અને મહેનતુ છે.

માધ્યમવર્ગ માંથી આવતા હાર્વીકને હતો પિતાનો સાથ3/4માધમાધ્ય

અંદર-૧૯ વિશ્વવિજેતા ટીમના સદસ્ય હાર્વિકના પિતા મનીષ દેસાઈ ગુજરાન ચલાવવા માટે કાપડ વેચવાનું અને સિલાઈનું કામ કરતા હતા. આથી હાર્વિકનો ક્રિકેટનો શોખ તેમને પરવડે તેમ ન હતો. તેઓ જણાવે છે, “અમે હંમેશા તેને સારામાં સારી ક્વોલિટીની કિટ આપવા માંગતા હતા. આ કિટ મોંઘી આવે છે અને તેની કિંમત વાર્ષિક રૂ. ૨૫,૦૦૦ થી ૩૦,૦૦૦ હોય છે. દરેક ટૂર્નામેન્ટ પછી હાર્વિક કહેતો કે પપ્પા મારે આ લેવું છે, તે લેવુ છે. હવે બાળક રમતુ હોય તો ના કેવી રીતે પાડવી? આ જ તેનુ ભવિષ્ય છે.” સિનિયર ખેલાડીઓ શક્ય બને ત્યારે તેને વિકેટકીપીંગનું કામ સોંપતા. સૌરાષ્ટ્ર તરફથી રમતા ક્રિકેટર શેલ્ડન જેકસને પણ હાર્વિકને ઘણી મદદ કરી. એક વાર નૈરોબીની ટીમ માટે હાર્વિકને આખી ટ્રિપ સ્પોન્સર કરવાની ઑફર થઈ હતી પરંતુ તેના પિતાએ એમ કહીને મનાઈ કરી દીધી હતી કે હાર્વિક ત્યારે જ જઈ શકશે જ્યારે હું તેનો ખર્ચો ઊઠાવી શકીશ.

સતત સારુ પરફોર્મન્સ કરવાનો હતો ધ્યેય

અંડર-૧૯ વર્લ્ડકપ પહેલા હાર્વિકનું પરફોર્મન્સ ખુબ સારું રહ્યું હતું.  ૨૦૧૩-૧૪ વિજય મર્ચન્ટ ટ્રોફીમાં ૧૩  વર્ષની વયે જ તેની એવરેજ ૬૨ રન પર મેચનીની હતી. ત્યારબાદ તે ૨૦૧૬માં ચેલેન્જર ટ્રોફી અને અનેઅંડર-19 ટીમ વર્લ્ડ કપ માટે સિલેક્ટ થયો હતો. અત્યારે ઈન્ડિયાની ટીમ વિકેટકીપર્સ સાથે ઘણા પ્રયોગો કરી રહી છે. અત્યારે હાર્વિક તેમની પ્રથમ પસંદ છે.