વડોદરા,
વડોદરા સાવલીના ડેસર રોડ પર પરથમપુરા ગામે આવેલી અટલાન્ટિકા ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં આગ લાગી હતી. આ કંપની ઓઇલ અને ગ્રીસ બનાવતી હોવાથ વિવિધ મટીરીયલમાં પણ આગ પ્રસરી હતી.
જેથી ધુમાડાના ગોટેગોટા આકાશમાં દેખાતા તાલુકા જનોમાં કુતુહલ ફેલાઇ ગયુ હતુ. સાવલી પોલીસ ઘટનાસ્થળે પહોચી હતી. પોલીસે જણાવ્યુ કે આગનું ચોક્કસ કારણ જાણવા નથી મળ્યું પરંતુ લાખોનું નુકશાન થયુ હોઇ તેવો અંદાઝ છે.
સદનસીબે કોઈ જાનહાનિ નથી થઇ. વડોદરાના ઉદલપુરના મુખ્ય માર્ગો પર લોકના ટોળા એકઠા થઇ ગયા હતા. સાવલી ન,પા, ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોતી આગ પર કાબુ મળવ્યો હતો.