Not Set/ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો: અમેરિકા છે મધ્યસ્થ, ટૂંક સમયમાં જ ભારત-PAK વચ્ચેનો તણાવ થશે દૂર

ભારત અને પાકિસ્તાન વચ્ચે  હાલ યુદ્ધ જેવી પરિસ્થિતિ બનેલી છે. આ તણાવ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે. વિયતનામના હનોઈમાં અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન તરફથી આકર્ષક સમાચાર આવી રહ્યા છે, બંને વચ્ચે ચાલી રહેલી તણાવ ટૂંક સમયમાં જ સમાપ્ત થઈ શકે છે. અમેરિકાનો દાવો છે કે આમાં બધામાં […]

Top Stories World Trending
pw 6 ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો: અમેરિકા છે મધ્યસ્થ, ટૂંક સમયમાં જ ભારત-PAK વચ્ચેનો તણાવ થશે દૂર

ભારત અને પાકિસ્તાન વચ્ચે  હાલ યુદ્ધ જેવી પરિસ્થિતિ બનેલી છે. આ તણાવ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે. વિયતનામના હનોઈમાં અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન તરફથી આકર્ષક સમાચાર આવી રહ્યા છે, બંને વચ્ચે ચાલી રહેલી તણાવ ટૂંક સમયમાં જ સમાપ્ત થઈ શકે છે. અમેરિકાનો દાવો છે કે આમાં બધામાં તે મધ્યસ્થની ભૂમિકા ભજવી રહ્યું છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, “મને લાગે છે કે ભારત અને પાકિસ્તાન તરફથી એક આકર્ષક સમાચાર આવી રહ્યા છે, બંને દેશોમાં છેલ્લા લાંબા સમયથી તણાવ ચાલુ છે. અમે આ મુદ્દાને હલ કરવામાં મધ્યસ્થી કરી રહ્યા છીએ, અમને સારી સમાચાર મળી રહી છે. અમને આશા છે કે સદીઓથી આ તણાવ હવે જલ્દી જ ખત્મ થશે.

આપને જણાવી દઈએ એક 14 ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલ આતંકી હુમલા બાદ, અમેરિકાએ તેની નિંદા કરી હતી અને પાકિસ્તાનને આતંકવાદીઓ સામે કડક પગલાં લેવાની સલાહ આપી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે ત્યારે એક નિવેદન આપ્યું હતું કે ભારતે તેના ઘણા જવાનો ગુમાવ્યા છે, આવી પરિસ્થિતિમાં તે કંઈક મોટું કરી શકે છે. તે પછી, ભારતે પાકિસ્તાની સરહદમાં ઘૂસીને એયર સ્ટ્રાઈક કરી હતી.

પુલવામા આતંકી હુમલા પછી, ભારતે પાકિસ્તાનની સરહદમાં ઘુસી જૈશ-એ-મોહમ્મદના આતંકી સ્થળોને નાશ કર્યા હતા. ભારતની આ સ્ટ્રાઈકથી પાકિસ્તાનના બાલાકોટમાં ભારે નુકસાન થયું હતું. ત્યાર બાદ પાકિસ્તાની વાયુસેનાએ બુધવારે ભારતીય વાયુસીમાનું ઉલ્લંઘન કર્યું હતું. જો કે, ભારતએ પાકિસ્તાની વિમાનને હાંકી કાઢ્યું અને તેના એક F16 ધ્વસ્ત કરી લીધું.

ડોભાલે વિદેશ મંત્રીથી કરી હતી વાત

ઉલ્લેખનીય છે કે બુધવારે રાત્રે, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજિત ડોભાલએ યુએસના વિદેશ મંત્રી માઈક પોમ્પિયો સાથે વાત કરી હતી. બંનની વાતચીતમાં એ નિર્ણય લેવામાં આવ્યો કે આતંકવાદ પર ભારત વિરુદ્ધ કરેલી કાર્યવાહી સાચી છે અને અમેરિકા ભારત સાથે છે.

આપને જણાવી દઈએ એક હાલ ડોનાલ્ડ ટ્રમ્પ વિયતનામમાં છે અને ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતા કિમ જોંગ તેમની સાથે શિખર વાર્તા કરે છે. આ બંને નેતાઓ વચ્ચે શિખર વાર્તાનો બીજો રાઉન્ડ છે.

પાકિસ્તાનના પાસે છે અમારો પાયલોટ

ધ્યાન રાખવા જેવી બાબત હાલ એ છે કે હાલ પાકિસ્તાનની કસ્ટડીમાં ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન છે. ભારતે પાકિસ્તાનને કહ્યું કે તે જીનેવા સંધિનું પાલન કરતા અમારા પાયલોટને તરત જ પરત મોકલી આપે. અત્યાર સુધી પાકિસ્તાન તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.