Not Set/ સબ જેલમાં ચેકીંગ કરતી વખતે મહિલા સાથે અંગત પળો માણતાં ઝડપાયો કેદી, જેલના કર્મચારિયોં પર ઉઠ્યા સવાલો

પંચમહાલ, પંચમહાલના હાલોલની સબજેલમાં ચાલતા રેઢિયાળ પણાનો પર્દાફાશ થયો છે. જેલમાં ચેકિંગ દરમિયાન એક કેદી એક મહિલા સાથે કઢંગી હાલતમાં ઝડપાતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. હાલોલના સર્કલ પીઆઈ દ્વારા સબજેલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. એ દરમિયાન સબજેલના ઉપરના માળે આવેલા એક ઓરડામાં આ કેદી એક મહિલા સાથે અંગત પળો માણી રહ્યો હતો. મહિલા […]

Top Stories
panchmahal..... સબ જેલમાં ચેકીંગ કરતી વખતે મહિલા સાથે અંગત પળો માણતાં ઝડપાયો કેદી, જેલના કર્મચારિયોં પર ઉઠ્યા સવાલો

પંચમહાલ,

પંચમહાલના હાલોલની સબજેલમાં ચાલતા રેઢિયાળ પણાનો પર્દાફાશ થયો છે. જેલમાં ચેકિંગ દરમિયાન એક કેદી એક મહિલા સાથે કઢંગી હાલતમાં ઝડપાતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. હાલોલના સર્કલ પીઆઈ દ્વારા સબજેલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. એ દરમિયાન સબજેલના ઉપરના માળે આવેલા એક ઓરડામાં આ કેદી એક મહિલા સાથે અંગત પળો માણી રહ્યો હતો.

મહિલા સાથે અંગત પળો માણતા ઝડપાયેલા આ કેદીનું નામ અશોક પાલનપુરી છે. જેની પ્રોહિબિશનના ગુનાઓમાં ધરપકડ કરવામાં આવી હતી અને કાચા કામના કેદી તરીકે તેને જેલમાં ધકેલવામાં આવ્યો હતો.

panchmhal સબ જેલમાં ચેકીંગ કરતી વખતે મહિલા સાથે અંગત પળો માણતાં ઝડપાયો કેદી, જેલના કર્મચારિયોં પર ઉઠ્યા સવાલો

મળતી માહિતી મુજબ અશોક બેરેકમાંથી ગેરકાયદે બહાર આવ્યો અને સબજેલના ઉપરના માળના રૂમમાં પહોંચી ગયો.પરંતુ આ ઘટનામાં સબજેલના કર્મચારીઓ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. કેદીને બેરેકમાંથી બહાર કાઢવામાં જેલના કર્મચારીઓએ તેને મદદ કરી હોવાની પ્રબળ આશંકાઓ છે.

તો મહિલા આ રૂમમાં કેવી રીતે પહોંચી તે પણ મોટો સવાલ છે. શું આ બધી ગોઠવણ જેલના કર્મચારીઓએ થોડા ઘણા રૂપિયાની લાલચમાં કેદીને કરી દીધી હતી? આ ઘટનામાં જેલના કર્મચારીઓની પણ સઘન પૂછપરછ જરૂરી બની જાય છે. કેદી સાથે અંગત પળો માણતી મહિલાની પણ પોલીસે અટકાયત કરી છે.