ચારધામ યાત્રા/ ઉત્તરાખંડમાં અતિ ભારે વરસાદના લીધે ચારધામની યાત્રા હાલ બંધ,અનેક ગુજરાતીઓ ફસાયા

ચારેય ધામમાં હિમવર્ષા થઈ રહી છે. આ જોતા સરકારે 19 ઓક્ટોબર સુધી ચારધામ યાત્રા રોકી દીધી છે. આ માહોલમાં બદ્રીનાથ, કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રીમાં આશરે દસ હજાર શ્રદ્ધાળુ ફસાઈ ગયા છે

Top Stories Gujarat
chardhammm ઉત્તરાખંડમાં અતિ ભારે વરસાદના લીધે ચારધામની યાત્રા હાલ બંધ,અનેક ગુજરાતીઓ ફસાયા

ઉત્તરાખંડમાં સતત બે દિવસથી થઈ રહેલા વરસાદને પગલે નદીઓ તોફાની છે અને અનેક બંધોમાં પાણીની સપાટી ભયજનક સપાટીએ પહોંચી ગઈ છે. ચારેય ધામમાં હિમવર્ષા થઈ રહી છે. આ જોતા સરકારે 19 ઓક્ટોબર સુધી ચારધામ યાત્રા રોકી દીધી છે. આ માહોલમાં બદ્રીનાથ, કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રીમાં આશરે દસ હજાર શ્રદ્ધાળુ ફસાઈ ગયા છે.જેમાં ગુજરાતના લોકો પણ ફસાયા હોવાની માહિતી મળી છે.જરાતના સેંકડો યાત્રિકો ઉત્તરકાશી, નેતાલા અને આસપાસના વિસ્તારોમાં અટવાઇ ગયા છે.

 ગંગોત્રીમાં ભારે વરસાદના કારણે 3000થી વધુ ગાડીઓ અટકાવી દેવામાં આવી છે. જ્યારે રાજકોટના 180 લોકોનું એક ગ્રૂપ ગંગોત્રી જતા જ રસ્તામાં ફસાઇ ગયું છે.  ઉત્તરકાશીથી ગંગોત્રી રોડ પર આવેલા નેતાલામાં ફસાઈ ગયા છીએ,પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના અનેક લોકો આ ચારધામ યાત્રાઅ નીકળેલા લોકો ફસાઇ ગયા છે.હોટલમાં હાલ રોકાઇને સમય વ્યતિત કરી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતીઓ હોટલ અને રિસોર્ટમાં ફસાયેલા છે .હજી ઉત્તરાખંડના વાતાવરણ કોઇ સુધાર નથી,હજી પણ વરસાદ પડી શકે છે .

ઉત્તરાખંડ હવામાન વિભાગે આગામી 48 કલાકમાં રાજ્યભરમાં ભારે વરસાદ સાથે હિમવર્ષા, તોફાનની ચેતવણી આપતા રેડ એલર્ટ આપ્યું છે. અહીં ત્રણ હજાર ફૂટથી વધુની ઊંચાઈએ સતત હિમવર્ષા થઈ રહી છે. બરફવર્ષાને પગલે ગુજરાતમાં પણ આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની સંભાવના છે. ​​​​​​​