દુર્ગા પૂજા પ્રસંગે પંડાલો અને મંદિરોમાં તોડફોડનો સામનો કરનાર બાંગ્લાદેશી હિન્દુઓ સામે હિંસાનો આ પહેલો કિસ્સો નથી. આ પહેલા પણ બાંગ્લાદેશી હિન્દુઓ ઘણીવાર અત્યાચારનો ભોગ બન્યા છે. એક અધિકારના જણાવ્યા અનુસાર, છેલ્લા નવ વર્ષમાં બાંગ્લાદેશમાં 3,721 ઘરો અને મંદિરોમાં તોડફો઼ડ કરવામાં આવી છે.ઢાકા ટ્રિબ્યુને આઈન ઓ સેલિશ સેન્ટરના અહેવાલને ટાંકીને કહ્યું કે 2021 છેલ્લા 5 વર્ષમાં સૌથી ખતરનાક રહ્યું છે. આ વર્ષે બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાયને મોટા હુમલાનો સામનો કરવો પડ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં બાંગ્લાદેશમાં કટ્ટરપંથી તત્વો વધુ મજબૂત બન્યા છે.
આ વર્ષેમાં અત્યાર સુધી, હિન્દુ સમુદાયને ઘરો અને મંદિરો પર 1,678 હુમલાનો સામનો કરવો પડ્યો છે. હિંદુઓને તેમના ધર્મનું પાલન કરવામાં અને જીવન નિર્વાહ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હિન્દુ મંદિરોને નુકસાનની ઘણી ઘટનાઓ બની છે. તાજેતરમાં જ નવમીના દિવસે કામિલા વિસ્તારમાં હિન્દુ મંદિરો અને દુર્ગા પૂજા પંડાલોમાં તોડફોડની ઘટનાઓ નોંધાઈ હતી. આ દરમિયાન કટ્ટરવાદીઓએ લગભગ 4 કલાક સુધી ઉપદ્રવ સર્જ્યો હતો. આ હિંસા દરમિયાન 4 લોકો માર્યા ગયા હતા અને 22 જિલ્લાઓમાં તણાવને કારણે સેનાને તૈનાત કરવી પડી હતી.
છેલ્લા નવ વર્ષોમાં સૌથી ખરાબ 2014 નું વર્ષ હતું, જ્યારે લઘુમતી સમુદાયના 1,201 ઘરોમાં તોફાનીઓએ તોડફોડ કરી હતી. આ વર્ષની વાત કરીએ તો અત્યાર સુધી કટ્ટરપંથી તત્વોએ 196 મકાનો, વેપાર કેન્દ્રો, મંદિરો અને મઠોને નુકસાન પહોંચાડ્યું છે. એટલું જ નહીં, ઘણી જગ્યાએ દેવી -દેવતાઓની મૂર્તિઓની પણ તોડફોડ કરવામાં આવી છે.