@અમિત રૂપાપરા
સુરત શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત નામનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે આ અભિયાન અંતર્ગત નશીલા પદાર્થોનું વેચાણ કરનારા અનેક ઈસમોને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે. ત્યારે સુરતની રાંદેર પોલીસે એમડી ડ્રગ્સના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ કરી છે.
સુરતની રાંદેર પોલીસને બાતમી મળી હતી કે, રાંદેર વિસ્તારમાં મોરાભાગળ બીઆરટીએસ સામે એક ઈસમ પોતાની સાથે ડ્રગ્સ લઈને કારમાં નીકળવાનો છે. તેથી આ બાતમીના આધારે રાંદેર પોલીસ દ્વારા બાતમી વાળી જગ્યા પર વોચ ગોઠવવામાં આવી હતી. જ્યારે બાતમી વાડી મારુતિ સ્વિફ્ટ કાર રસ્તા પરથી પસાર થઈ ત્યારે રાંદેર પોલીસ દ્વારા આ કારને અટકાવવામાં આવી હતી. ત્યારબાદ કારમાં તપાસ કરતા તેમાંથી એમડી ડ્રગ્સનો મુદ્દામાલ મળી આવ્યો હતો.
રાંદેર પોલીસે કારમાંથી 14.990 ગ્રામ ડ્રગ્સ પકડી પાડ્યો હતો અને સાથે આરોપી ફરહાન ઉર્ફે ફરહાન મેમણની ધરપકડ કરી હતી. આ ડ્રગ્સની કિંમત 1,49,900 રૂપિયા થવા પામેં છે. રાંદેર પોલીસે આરોપીની ધરપકડ બાદ તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તે એમડી ડ્રગ્સનો મુદ્દામાલ સુરતના નાનપુરા વિસ્તારમાં રહેતા કુરકાન સૈયદ નામના ઈસમ પાસેથી લાવ્યો હતો અને તે છૂટકમાં અલગ અલગ ગ્રાહકોને વેચાણ કરતો હતો.
પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીએ કબુલાત કરી હતી કે, તેને મોટા પાયે ઓનલાઇન કાપડનો વેપાર કરવાનો હતો પરંતુ તેની પાસે પૂરતી મૂડી ન હતી અને તેને ખૂબ જ ઓછા સમયમાં પૈસા કમાવવા માટે અને પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે એમડી ડ્રગ્સનું વેચાણ કરવાની શરૂઆત કરી હતી. મહત્વની વાત છે કે, આરોપી પણ પોતે એમડી ડ્રગ્સનું સેવન કરતો હતો અને તેને પોતાની જિમની ફી અને અન્ય ખર્ચા માટે પૈસાની જરૂર હતી. તેથી તેને ડ્રગનું વેચાણ કરવાનો ધંધો શરૂ કર્યો હાલ. રાંદેર પોલીસે ફુરકાન સૈયદ નામના નાનપુરાના ઈસમની સામે પણ ગુનો દાખલ કર્યો છે અને તેને વોન્ટેડ જાહેર કરી પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો:ગુજરાતમાં ચક્રવાતનો ખતરો, સૌરાષ્ટ્ર-કચ્છમાં એલર્ટ જારી, જુઓ કેવી રીતે વધી રહ્યું છે ‘બિપરજોય’
આ પણ વાંચો:જૂનાગઢમાં આસ્થા સાથે ખેલતા એક તાંત્રિકને ખુલ્લો પડાયો, દોરા ધાગા કરતા….
આ પણ વાંચો:સુરતમાં હવે જરી આર્ટમાં પણ જોવા મળશે, યુવકે પોતાની કોઠાસૂઝથી કર્યું એવું કામ કે…
આ પણ વાંચો:અમદાવાદમાં 77 લાખના 119 આઈફોનની ચોરી, ઓફિસમાં ઘુસી કરી ચોરી
આ પણ વાંચો:હૃદયરોગના નિષ્ણાત તબીબનું હાર્ટ એટેકથી મોત
