Gujarat Panchayat News: પંચાયત, ગ્રામ (Gujarat Panchayat) ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા તાલુકા વિકાસ અધિકારી (TDO) તરીકે ફરજ બજાવતા ચાર અધિકારીઓને મહત્વપૂર્ણ બઢતી (TDO Promotion Gujarat) આપવામાં આવી છે. વર્ગ-2ના આ ચાર અધિકારીઓને ગુજરાત વિકાસ સેવા સંવર્ગના જુનિયર સ્કેલ, વર્ગ-1માં હંગામી બઢતી આપવામાં આવી છે. બઢતી બાદ અશોકકુમાર કીર્તિલાલ ઠક્કરને બેચરાજી માતાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે ભાવેશ વસાવા, મલય ભુવા અને કૃષ્ણપાલ મકવાણાને નાયબ જિલ્લા વિકાસ અધિકારી (DyDDO) તરીકે નવી નિમણૂક આપવામાં આવી છે.
TDO Promotion Gujarat: અશોકકુમાર ઠક્કરને બેચરાજી મંદિર ટ્રસ્ટની જવાબદારી
હાલ પાટણ ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા અશોકકુમાર કીર્તિલાલ ઠક્કરને (Ashokkumar Thakkar) બઢતી આપવામાં આવી છે. બઢતી બાદ તેમને મહેસાણા જિલ્લામાં આવેલા બેચરાજી માતાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ભાવેશ વસાવા સુરત જિલ્લા પંચાયતમાં DyDDO: હાલ નર્મદા જિલ્લાના ચીકદા ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા ભાવેશ યોગેશભાઈ વસાવાને જુનિયર સ્કેલ, વર્ગ-1માં બઢતી આપવામાં આવી છે. બઢતી બાદ તેમની સુરત જિલ્લા પંચાયત કચેરીમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણૂક (DyDDO Appointment) કરવામાં આવી છે.
મલય ભુવાની ભાવનગરમાં નિમણૂક: ગાંધીનગર ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા મલય મધુસુદન ભુવાને પણ વર્ગ-1ના જુનિયર સ્કેલમાં હંગામી બઢતી આપવામાં આવી છે. નવી નિમણૂક મુજબ તેઓ ભાવનગર જિલ્લા પંચાયત કચેરીમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ સંભાળશે.
કૃષ્ણપાલ મકવાણા તાપી જિલ્લા પંચાયતમાં DyDDO: વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા કૃષ્ણપાલ ભૂપતભાઈ મકવાણાને બઢતી આપીને તાપી જિલ્લા પંચાયત કચેરીમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે મુકવામાં આવ્યા છે.
વર્ગ-2માંથી વર્ગ-1માં હંગામી બઢતી
પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના આદેશ મુજબ ચારેય અધિકારીઓને ગુજરાત વિકાસ સેવા સંવર્ગના જુનિયર સ્કેલ, વર્ગ-1માં હંગામી બઢતી આપવામાં આવી છે. સંબંધિત નિયંત્રણ અધિકારીઓને આ બઢતી તાત્કાલિક અસરથી અમલમાં મૂકવા માટે સૂચના આપવામાં આવી છે. બઢતી મેળવનારા અધિકારીઓએ હાલની ફરજમાંથી નિયમાનુસાર ફરજમુક્ત થઈને નવી નિમણૂકના સ્થળે હાજર થવાની કાર્યવાહી કરવાની રહેશે. આ ચાર અધિકારીઓને મળેલી નવી જવાબદારીથી રાજ્યના વિવિધ જિલ્લા પંચાયત અને વહીવટી તંત્રમાં મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળશે.
આ પણ વાંચો: 15 મિનિટમાં લાખોની છેતરપિંડી! કોવાયા ગામમાં મોબાઇલ હેકિંગનો ચોંકાવનારો કેસ
આ પણ વાંચો: માણસામાં વૃદ્ધ ચાવાળાને માર મારવાના આરોપમાં ASI સસ્પેન્ડ, CCTV સામે આવતા SPની કડક કાર્યવાહી
આ પણ વાંચો: સુરત DCP રાજદીપ નકુમની બદલીની હાઇકોર્ટની ટકોર, આરોપીઓને જાહેરમાં માર મારવાના કેસમાં સુનાવણી
