અમદાવાદ; રાજ્યના ગૃહ વિભાગ દ્વારા રાજ્યના છ IPS અધિકારી તેમજ 15 ડીવાયએસપીની ફેરબદલી કરવાના આદેશો કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદના એક ડીસીપી અને બે એસીપીનો સમાવેશ થાય છે.
રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા તાજેતરમાં ડીવાયએસપી કક્ષાના અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. આ પછી વધુ એક વખત ગૃહ વિભાગ દ્વારા 15 ડીવાયએસપીની બદલી કરવામાં આવી છે.
જેમાં છોટાઉદેપુર પોલીસ મુખ્ય મથકના ડીવાયએસપી જે. એમ. યાદવને અમદાવાદ શહેરના કે. ડિવિઝનના એસીપી તરીકે, ગિર સોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિરમાં ફરજ બજાવતા ડીવાયએસપી ડી. જે. ચાવડાને સુરત શહેરના ‘ડી’ ડિવિઝનના એસીપી તરીકે, સુરત શહેરના ‘ડી’ ડિવિઝનના એસીપી બી.સી. ઠક્કરને એસીપી ટ્રાફિક સુરત તરીકે મુકાયા છે.
જયારે અમરેલીના એસ.સી./એસ.ટી. સેલના ડીવાયએસપી એમ. કે. રાણાને અમદાવાદ શહેરના ‘એચ’ ડિવિઝનના એસીપી તરીકે, ‘એચ’ ડિવિઝન અમદાવાદના એસીપી પી.એ. ઝાલાને ડીવાયએસપી, પીજીવીસીએલ, રાજકોટ તરીકે મૂકવામાં આવ્યા છે.
જીયુવીએનએલ, વડોદરાના ડીવાયએસપી કે. કે. પંડ્યાને ડીવાયએસપી યુજીવીસીએલ તરીકે, રાજકોટ શહેરના એસ.સી./એસ.ટી. સેલના એસીપી કૃષ્ણાબા ડાભીને ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ, ગાંધીનગરના ડીવાયએસપી તરીકે, જૂનાગઢ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના મદદનીશ નિયામક કે.બી. ચુડાસમાને મદદનીશ નિયામક, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો અમદાવાદ ખાતે મૂકવામાં આવ્યા છે.
જયારે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો અમદાવાદના મદદનીશ નિયામક બી.એલ. દેસાઈને મદદનીશ નિયામક, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો જૂનાગઢ ખાતે, સુરત શહેર એસ.સી./એસ.ટી. સેલના એસીપી એન.એસ. દેસાઈને ‘ઈ’ ડિવિઝન, સુરત શહેરના એસીપી તરીકે મુકાયા છે.
જયારે ‘ઈ’ ડિવિઝન, સુરત શહેરના એસીપી પીનાકીન એસ. પરમારને સુરત શહેર એસ.સી./એસ.ટી. સેલના એસીપી તરીકે, આઈ.બી. ડીસા રિજિયનના ડીવાયએસપી એમ.પી. સોલંકીને ડીવાયએસપી, આઈ.બી. જૂનાગઢ રિજિયન તરીકે, આઈ.બી. જૂનાગઢ રિજિયનના ડીવાયએસપી વી. આર. ખેંગારને ડીવાયએસપી, આઈ.બી. ગાંધીનગર ખાતે મૂકવામાં આવ્યા છે.
જયારે એ. એમ. પરમાર ડીવાયએસપી, આઈ.બી. ગાંધીનગરને બદલીને ડીવાયએસપી, આઈ.બી. ડીસા રિજિયન ખાતે મુકાયા છે. જયારે એટીએસ અમદાવાદના ડીવાયએસપી કે. એસ. દેસાઈને બદલીને ડીવાયએસપી, આઈ.બી. ગાંધીનગર ખાતે મૂકવામાં આવ્યા છે.
છ IPS અધિકારીની પણ કરાઈ બદલી
આ ઉપરાંત છ IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. સુરત શહેરના ડીસીપી ઝોન-3, ના બીપીન આહીરને સ્ટેટ ટ્રાફિક બ્રાંચ ગાંધીનગરના એસ.પી. તરીકે, અમદાવાદ ઝોન-7,ના ડીસીપી આર.જે. પારધીને એસ.પી., વેસ્ટર્ન રેલવે, વડોદરા ખાતે મૂકવામાં આવ્યા છે.
જયારે વડોદરા વેસ્ટર્ન રેલવેના એસ.પી. કે. એન. ડામોરને ડીસીપી, ઝોન-7, અમદાવાદ ખાતે, સુરત શહેર પોલીસ મુખ્યમથકના ડીસીપી વિધિ ચૌધરીને ડીસીપી, ઝોન-3, સુરત શહેર તરીકે, બોટાદના એસ.પી. એસ.વી. પરમારને સુરત શહેર પોલીસ મુખ્યમથકના ડીસીપી તરીકે અને વડોદરા સેન્ટ્રલ જેલના સુપ્રિટેન્ડેન્ટ હર્ષદ મહેતાને બોટાદના એસપી તરીકે મૂકવામાં આવ્યા છે.
