Vadodra News : વડોદરાની નામાંકીત હાઇસ્કુલ ટ્રી હાઉસને CBSEએ નોટીસ ફટકારી છે. જેમાં શાળાના વેચાણ કે અન્ય કોઈ પ્રક્રિયા કરી હોવાનું CBSEના ધ્યાનમાં આવ્યું હતું. તે સિવાય કે જબ્બર રિયલ્ટી LLP સાથે કેટલાક કરાર કર્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
5 ડિસેમ્બરના રોજ CBSE બોર્ડ દ્વારા આ નોટિસ આપવામાં આવી હતી. જેને પગલે આગામી 30 દિવસમાં શાળાએ CBSEને નોટિસનો જવાબ આપવો પડશે. ગુજરાત સહિત અન્ય રાજ્યમાં પણ ટ્રી હાઉસ સ્કૂલની સંસ્થાઓ આવેલી છે.
