અમદાવાદ(Ahmedabad) શહેરમાં ફરી એકવાર ચોર દુકાનમાં ઘુસી ચોરીને અંજામ આપ્યો છે. આ ઘટના અમદાવાદના પાંજરાપોળ વિસ્તારમાં બની છે. જ્યાં મોબાઈલના વેપારીની ઓફીસમાં આ ચોર ઘુસી ગયા હતા. ચોર લાખો રૂપિયાના આઇફોન(Iphone) ચોરી લેતા ચારેબાજુ ચકચાર મચી ગયો છે. પાંજરાપોળ પાસેના થર્ડ આઈ વિઝન બિલ્ડીંગમાં આ બનાવ બન્યો છે, જ્યાં મોબાઈલના વેપારીની ઓફિસમાં ચોરી થઇ હતી. 119 જેટલા આઈફોન ચોરી થતાં પોલીસ તપાસમાં લાગી છે. યુની. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે
તમને જણાવી દઈએ કે આ ઘટના અમદાવાદના પાંજરાપોળ વિસ્તારના ચાર રસ્તા પાસે આવેલા આઈ વિઝન કોમ્પ્લેક્સમાં બની છે, જ્યાં મોબાઈલ ફોનના એક હોલસેલરની દુકાન આવેલી છે ત્યાં આ ચોરીની ઘટના બની છે. જ્યાં મોડીરાતે ચોર 119 આઇફોન ચોરી ગયા હતા. જેની કિંમત અંદાજિત 76.75 લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું છે. ચોરી કરાયેલા આઇફોનમાં 72 આઈફોન-14 હતા જ્યારે 47 આઈફોન-13 હતા. આ ઉપરાંત ચોરો માસ્ક, ટોપી અને બેગ લટકાવીને દુકાનમાં પ્રવેશ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજના આઘારે વધુ તપાસ હાથ ધરી છે.
અપૂર્વ ભટ્ટ જે ચાણકયાપુરી આર્યન એમીનેન્ટમાં રહે છે, વાયબલ રિકોમર્સ ઈંડિયા નામની કંપનીમાં તે હોલસેલમાં મોબાઈલ ખરીદ વેચાણનો ધંધો કરે છે. 5 જૂનના સોમવારના દિવસે જયારે સવારે તે ઓફિસે પહોંચ્યો ત્યારે દરવાજાનું લોક તૂટેલું હતું. જે બાદ તેમને જાણ થઇ કે, તિજોરીમાંથી રોકડા રૂ.63,500 અને 128 જીબીના 72 આઈફોન-14, 128 જીબીના 31 આઈફોન-13 અને જૂના સ્ટોરમાંથી 11 આઈફોન-13 મળીને કુલ રૂ.76.75 લાખની 119 આઈફોનની ચોરી થઈ છે. ત્યારબાદ વેપારીએ દુકાનના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા, જેમાં એક ચોર 4 જૂને રાત્રે ઓફિસમાં ઘુસ્યો હતો અને ચોરી કરીને ફરાર થઇ ગયો હતો. હાલ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો :Ress Code For Temple/ ઉત્તરાખંડના ત્રણ મંદિરોમાં મહિલાઓ અને છોકરીઓ માટે લાગુ કરાયો ડ્રેસ કોડ
આ પણ વાંચો :Gujarat Weather/ ગુજરાતમાં ફરી બગડશે હવામાન, આગામી 24 કલાકમાં લોપ્રેશર બનશે ડિપ્રેશન
આ પણ વાંચો :મંતવ્ય વિશેષ/ ‘ધ કેરલા સ્ટોરી’ પછી, આતંકવાદ પરની બીજી ફિલ્મ, ’72 હૂરેં’નું મજબૂત ટીઝર રિલીઝ
આ પણ વાંચો : Israel-Gas/ ઇઝરાયેલમાં મળ્યો કુદરતી ગેસનો મોટો જથ્થોઃ ભારતને પણ ફાયદો થઈ શકે